Mahipal Singh Makrana: ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા વિવાદ વધુને વધુ ઉગ્રરૂપ ધારણા કરી રહ્યું છે, ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડગ ઉભો છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટમાંથી રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઇએ. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો વિશે ખોટી અને અભદ્ર ટિપ્પણી કરી હતી.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંદોલનમાં હવે કરણી સેનાની એન્ટ્રી થઇ છે, રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આજે ગુજરાતમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપવા આવ્યા હતા, જે દરમિયાન તેમની બોપલમાથી અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. આ પહેલા મહિપાલસિંહ મકરાણા (Mahipal Singh Makrana) અને પોલીસ વચ્ચે શાબ્દિક જપજાપી પણ થઇ હતી.
Mahipal Singh Makrana: રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત
બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહની અટકાયત કરવામાં આવી છે. મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની ધરપકડ કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું.
આ પહેલા મહિપાલસિંહ મકરાણાની પોલીસ સાથે ચકમક જરી હતી, ખાસ વાત છે કે, ક્ષત્રિય સમાજની મહિલાઓની મુલાકાત પહેલા ચકમક જરી હતી. મહિપાલસિંહ મકરાણાને બોપલમાં રોકતા શાબ્દિક ચકમક થઇ હતી. આ પહેલા મકરાણાને બોપલમાં પોલીસે રોક્યા હતા. 30 મિનિટથી પણ વધુ સમય સુધી મકરાણા અને પોલીસ વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. જોકે, આખરે બોપલમાં પોલીસે મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લીધી હતી.
રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે,
ક્ષત્રિયાણીઓને જોહર કરવું પડે
Mahipal Singh Makrana:
મહિપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજપૂત સમાજના એટલા ખરાબ દિવસો આવ્યા નથી કે, મહિલાઓને જોહર કરવું પડે, તેમના રાજપૂત ભાઈ જીવતા છે. અમે એ સમાજમાંથી આવીએ છીએ કે, માથુ કપાઈ જાય અને ધડ લડે. અમે ડરીને ઘરે બેસી ગયા નથી. અમે અમારી બહેનોને જોહર કરવા દઈશું નહીં.
સમ્માન પર વાત આવશે ત્યારે કઈ પણ સાંખી લેવામાં નહીં આવે
મહિપાલસિંહે કહ્યં કે, પરશોત્તમ રૂપાલાના ક્ષેત્રમાં રાજકોટ જનસભા કરીશું. દરેક વખત અમારી બહેન દીકરીઓને કેમ ટાર્ગેટ કરાય છે. કોઈ ટિપ્પણી મારા પર થાય તો માફી આપી દેત પણ દીકરી પર ટિપ્પણી થઈ તે માફ નહિ કરીએ.
‘કમળ કા ફૂલ હમારી ભૂલ’
આ સ્લોગન અમે ચલાવીશું. અબકી બાર પાર્લામેન્ટની બહાર કરી દઈશું. અમારા સમ્માન પર વાત આવશે તો અમે આર પારની લડાઈ લડીશું.
મહિપાલસિંહ મકરાણાએ વધુમાં કહ્યું હતું કે, અમે પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ 24 રાજ્યોમાં જઈશું, રાજપૂત અડધો સમાજ સમર્પણ કરી ચૂક્યો છે, સમાજ એક હોત તો અલ્ટિમેટમ આપી દીધું હોત, બોયકોટ રૂપાલાના બેનર લાગ્યા છે તો હવે બોયકોટ ભાજપના બેનર લાગશે. જે વ્યક્તિ બહેન દીકરીની ઈજ્જત નથી કરતો તેને સંસદમાં અમે નહિ જવા દઈએ.
જોહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિયાણીઓ નજરકેદ
અમદાવાદના બોપલમાં મહિપાલસિંહ સહિતના આગેવાનો બોપલ જોહર કરવાનો મક્કમ મનોબળ ધરાવતી ક્ષત્રિયાણીઓને મનાવવા પહોંચ્યા છે. અહીં ક્ષત્રિયાણીઓને જોહર ન કરવા માટે સમજાવવામાં આવી હતી. બોપલ ખાતે જૌહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો