Rajput Andolan: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા મામલે રાજપૂતોની બંધબારણે બેઠક

0
323
Rajput Andolan: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા મામલે રાજપૂતોની બંધબારણે બેઠક
Rajput Andolan: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા મામલે રાજપૂતોની બંધબારણે બેઠક

Rajput Andolan: રાજકોટ ગુજરાત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાનું નામ છેલ્લા કેટલાક સમયથી વિવાદ સાથે છોડાયું છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ઠેર ઠેર તેમના પુતાળા દહન અને પોસ્ટર્સ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, આ સ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર તેમણે મકાન અમીન માર્ગ વિસ્તારમાં ચેન્જ કર્યું છે. આ તમામ સમાચાર વચ્ચે રાજકોટમાં રાજપૂતોની મિટિંગ યોજાઈ જેમાં પદ્મિનીબા અડધી કલાકમાં જ બેઠકમાંથી બહાર નિકળી ગયા અને મીડિયા સામે વાતચીત કરવાનું પણ ટાળ્યું.

Rajput Andolan: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા મામલે રાજપૂતોની બંધબારણે બેઠક
Rajput Andolan: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા મામલે રાજપૂતોની બંધબારણે બેઠક

Rajput Andolan: બંધબારણે બેઠક

ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરશે. જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં કોર કમિટીના 16 સભ્યો હાજર રહ્યા છે. આગામી સમયમાં કયાં પ્રકારની રણનીતિ ઘડવી તેની ચર્ચા-વિચારણા બેઠકમાં કરવામાં આવી.

બીજી તરફ ચાર દિવસથી અન્નત્યાગ પર રહેલા પદ્મિનીબા વાળા પણ મિટિંગમાં પહોંચ્યા હતા. જોકે, અડધી કલાકમાં જ તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. કયાં કારણોસર પદ્મિનીબા બેઠક છોડી બહાર નીકળ્યા તે અંગેનું કારણ જાણી શકાયું નથી. 12.30 વાગ્યે શરૂ થઇ હતી. જ્યારે ગરાસિયા બોર્ડિંગ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

તેમજ સાંજે 4 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે રાજપૂતો એકઠા થશે. અહીંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે. જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં જોડાશે. આ રેલીની તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે.

Rajput Andolan: પદ્મિનીબા અડધી કલાકમાં જ બેઠકમાંથી બહાર

રાજકોટ ગુજરાત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાનું નામ છેલ્લા કેટલાક સમયથી વિવાદ સાથે છોડાયું છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ઠેર ઠેર તેમના પુતાળા દહન અને પોસ્ટર્સ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, આ સ્થિતિને જોતા સુરક્ષાના કારણોસર તેમણે મકાન અમીન માર્ગ વિસ્તારમાં ચેન્જ કર્યું છે. આ તમામ સમાચાર વચ્ચે રાજકોટમાં રાજપૂતોની મિટિંગ યોજાઈ જેમાં પદ્મિનીબા અડધી કલાકમાં જ બેઠકમાંથી બહાર નિકળી ગયા અને મીડિયા સામે વાતચીત કરવાનું પણ ટાળ્યું.

Rajput Andolan: રૂપાલા એવું તો શું બોલ્યા કે વિવાદ સર્જાયો

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો.

આ વાયરલ વીડિયોમાં તેઓ જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું કે, અંગ્રેજો સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા; આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો