HomeDeshબૃજ ભુષણ શરણ સિહ પર લાગ્યા યૌન શૌષણના નવા આરોપ

બૃજ ભુષણ શરણ સિહ પર લાગ્યા યૌન શૌષણના નવા આરોપ

છેલ્લા થોડા દિવસોથી એક મુદ્દો ચાલી રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દો ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો છે અને બંને વચ્ચેનો આ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બધા વચ્ચે હાલ બૃજભૂષણ શરણ સિંહ પર વધુ એક નવો આરોપ લગાવવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે એક કુસ્તીબાજનો આરોપ છે કે બૃજભૂષણ સિંહ હેલ્થ સપ્લિમેન્ટ્સ આપવાના બહાને તેમની પાસેથી સેક્સ્યુઅલ ફેવરની માંગ કરતો હતો. આ આરોપો ગોલ્ડ મેડલ વિજેતા મહિલા રેસલર દ્વારા લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજનો આરોપ છે કે જે દિવસે તેણે એક મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી અને તે દિવસે બૃજભૂષણ તેને પોતાના રૂમમાં બોલાવી હતી. તેણે જબરદસ્તી મને તેની બાજુમાં બેસાડીને ગળે લગાવી. મહિલા રેસલરના કહેવા પ્રમાણે, આ બધું તેની સંમતિ વિના કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments