વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા

2
174
Narendra Modi Stadium
Narendra Modi Stadium

વર્લ્ડ કપ ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ માનવામાં આવે છે. વર્લ્ડ કપ 2023ની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદ સ્થિત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. વર્લ્ડ કપની મેચો જોવા માટે લાખો લોકો આવવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે.

7

ક્રિકેટ ચાહકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે. જો તમે પણ પોતાનું વાહન લઇને મેચ જોવા જવાના હોવ તો તમારું વાહન ક્યાં પાર્ક કરવું, વાહનના પાર્કિંગ પ્લોટમાં કેવી રીતે પહોંચવું આ સહિતની તમામ માહિતી નીચે આપેલા છે ;

મોટેરા : ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ફાળવાયા

મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે કરાર પર રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલરથી લઈને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

3 1

મોટેરાના જનપથ થી લઇ વિસત સર્કલ સુધીમાં ચાર જેટલા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવ્યા છે. જ્યારે ઓએનજીસી સર્કલથી ખોડિયાર ટી સુધીમાં ચાર જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા છે. સ્ટેડિયમથી સૌથી નજીકનો પાર્કિંગ પ્લોટ સ્ટેડિયમની સામે ગેટ નંબર-1 પાસે સંગાથ IPL ગ્રાઉન્ડ અને ભરવાડ પ્લોટ ફાળવવામાં આવ્યો છે.

ક્રિકેટ દર્શકોનાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી :

મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડ કપની વાત હોય ત્યાં ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટને ધર્મ માનવામાં આવતો હોય ત્યારે સ્ટેડિયમની કોઈ સીટ કેવી રીતે ખાલી મળે. મેચના દિવસે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાઉસફુલ હશે. તથા મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન સાથે પણ મેચ જોવા પહોંચશે. ત્યારે આ દર્શકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

6 1

15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે, પરંતુ આ વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ નક્કી કરવામાં આવ્યું છે. ‘Show My Parking’ નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 15 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટુ-વ્હીલર માટે, ફોર વ્હીલર માટે 11 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ સિવાય પણ અન્ય પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

દેશ, દુનિયાને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય

350 વર્ષ બાદ છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનાખ’ બ્રિટનથી પરત લાવવામાં આવશે

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડને પાર

દેશમાં કોરોના એ ફરી માથુ ઉંચક્યુ,24 કલાકમાં કોરોનાના 56 કેસ નોંધાયા

Apple iPhone 15 માં ઓવરહિટીંગની સમસ્યા : એપલે આપ્યા આ કારણ

એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત

2 COMMENTS

Comments are closed.