કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા
ટ્વિટ કરીને રોજગાર મુદ્દે સાધ્યું નિશાન
સરકાર પર દેશમાં રોજગાર ઘટાડવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર પર પ્રહાર કરતા પીએસયુ સેક્ટરમાં રોજગારીની તકોના અભાવ અંગે ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે સરકાર પર દેશમાં રોજગાર ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.આ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે “PSUs એ ભારતનું ગૌરવ હતું અને રોજગાર માટે દરેક યુવાનોનું સ્વપ્ન હતું. પરંતુ, આજે તે સરકારની પ્રાથમિકતા નથી. દેશના PSUsમાં રોજગાર, 16.9 લાખથી 2014 2022 માં ઘટીને માત્ર 14.6 લાખ થઈ. શું પ્રગતિશીલ દેશમાં નોકરીઓ ઘટે છે?” તેમણે આગળ લખ્યું, “BSNLમાં 1,81,127 નોકરીઓ ગુમાવી, SAILમાં 61,928, MTNLમાં 34,997, SECLમાં 29,140, FCIમાં 28,063, ONGCમાં 21,120 નોકરીઓ ગુમવી છે

રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મણિપુર હિંસા પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, “ભાજપની નફરતની રાજનીતિએ મણિપુરને 40 દિવસથી વધુ સમય સુધી સળગતું રાખ્યું, જેમાં સોથી વધુ લોકો માર્યા ગયા.” પીએમ ભારતને નિષ્ફળ કરી ચૂક્યા છે અને સંપૂર્ણપણે મૌન છે. હિંસાના આ ચક્રને સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ. રાહુલે આગળ લખ્યું, “ચાલો આ ‘નફરતનું બજાર’ બંધ કરીએ અને મણિપુરમાં દરેક દિલમાં ‘પ્રેમની દુકાન’ ખોલો