હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ પણ ઈશ્યુ કરી, ૧૬ જૂનના રોજ સુનાવણી
ટ્રાન્સજેન્ડર સમુદાયને પુરુષ અને મહિલાના શૌચાલયને લઈને અનેક તકલીફ પડતી હોય છે, જેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે અલગ શૌચાલયની માંગ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલી જાહેરાત બાદ પણ અલગ શૌચાલય બન્યા નથી તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પણ ઈશ્યુ કરી છે. હવે આ મુદ્દે હવે વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.