OFFBEAT 58| કુતુહલ – નાભીમાં રહેલા રહસ્યો | VR LIVE

0
247

નમસ્કાર ઓફબીટમાં કુતુહલ કરતી વાતો સાથે આજે હું યશ આપનું હાર્દિક સ્વાગત કરું છુ.

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાયે છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે અને એટલેજ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે. ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વ નસનું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે. નાભિની પાછળ ના ભાગ માં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલો હોય છે.

આપણામાં ઘણા લોકો એવા હોય છે જે પોતાના શરીરનું ખુબ જ સારી રીતે ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેય પણ નાભિનું ધ્યાન સારી રીતે નથી રાખતા જેને આપડે સાદી ભાષા માં ડુંટી કહીએ છીએ લોકો આના સાફ રાખવા નાં મહત્વથી અજાણ છે. જો આપણી નાભિનું ધ્યાન પણ આપણે બીજા અંગોની જેમ રાખીએ અને તેને સાફ રાખીએ તો તેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. હકીકતમાં નાભિને આપણા શરીરનો સેન્ટ્રલ પોઇન્ટ કહેવાય છે. બીજી ભાષામાં તેને બેલી બટન થી પણ ઓળખવામાં આવે છે કારણ કે આપણી નાભિનો સીધો સંપર્ક આપણા અંગો સાથે હોય છે.

આપ સૌની માહિતી માટે જણાવીએ કે શરીર અંદરની વિશે વાત કરીએ તો રચના વિશે અનેક પ્રકારની વસ્તુઓ કહેવામાં આવી છે. તો આવો જાણીએ અલગ અલગ નાભી ના આકાર ના માણસો કેવા હોય છે.

૧. વિસ્તરેલ નાભી અને વળાંક જેવી – જે લોકો ની નાભી થોડી લાંબી હોય છે અને વળાંકની જેમ જોવા મળે છે તેઓમાં ઘણો વિશ્વાસ હોય છે અને તેમના જીવનમાં આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે તેમના જીવનમાં મહેનત કરતા રહે છે જેના લીધે ભવિષ્યમાં ચોક્કસપણે એક દિવસ સફળતા પ્રાપ્ત કરે છે અને તે પોતાની શરતો પર જીવન જીવવાનું ખુબ પસંદ કરે છે કોઈ અન્ય વ્યક્તિ પર આધાર રાખીને નહિ .


૨. ઉંચી અને ઊંડી નાભી – જે નાભીનું કદ થોડું ઉછેર હોય છે તેમ જ તેમાં થોડી ઊંડી હોય છે આવી નાભીવાળા લોકો નું પાત્ર ખુબ સારું માનવામાં આવે છે…તેવા લોકો હંમેશા બીજાને ખુશ રાખવાની ભાવનાવાળા હોય છે.

૩. ફેલાયેલી નાભી –  આવા લોકો જેમની નાભી બહાર નીકળતી જોવા મળે છે તે પણ તેમના જીવનમાં ખુબ સુંદર હોય છે આવા લોકો વર્તન એ મૈત્રીપૂર્ણ અને હાસ્ય એ જીવન વિચારવા વાળા હોય છે.

૪. ગોળ નાભી – જેની ગોળ નાભી હોવાનું ખુબજ સદગુણ અને ભાગ્યશાળી કહેવામાં આવે છે આવા લોકો એક દમ ખુશ મિજાજ અને જલ્દી થી કોઈ ની વાત માં આવી જનાર હોય છે.

૫. નાભી લંબગોળ તથા વક્રીય હોય – તો લોકો મગજે સ્થાયી અને વક્રીય હોય છે અને તે ખુબ બહાદૂર હોય છે. તે પોતાના કામ પ્રત્યે રૂચી ધરાવે છે અને જીવનમાં પરફેકશન પસંદ કરે છે.

૬. કેન્દ્ર થી દુર નાભી –  જો કોઈ ની નાભી કેન્દ્ર થી થોડી દુર હોય તો તે ખુબ વાતોડિયા હોય છે. રમત ગમત ક્ષેત્રે ખુબ ઉંચાઈએ પહોચે છે અને સાથે ઘણા મૂડી પણ હોય છે.

૭. આડી નાભી –  જો કોઈ ની નાભી આડી હોય તો તે કોઈ ને સમજવા દરેક ના વશની વાત નથી બીજાની વાતનો ખુબ જ જલ્દી ખોટો અર્થ નીકાળી લે છે અને બીજાની નબળાઈઓને શોધવામાં માહિર હોય છે.

૮. અંદરની તરફ નાભી –  અંદરની તરફ નાભી હોય તો તે ખુબ પ્યારા હોય છે ભાવુક અને સામેવાળા દરેક નું ધ્યાન રાખનાર હોય છે. પરતું તેમને મોટી બીમારી જલ્દી લાગુ પડી જાય છે.

૯. બહારની તરફ નીકળેલી નાભી – બહારની તરફ નીકળેલી નાભી ખુબ જ ભાગ્યશાળી હોય છે સકારાત્મક વિચારસણી ધરાવે છે અને દરેક મુદ્દે એકદમ ઉત્સાહી થઇ જાય છે.

૧૦. નાભી ની ગમે તેવી હોય પરતું વચ્ચેનો પોઈન્ટ બહાર હોય –  ભલે ગમે તેવી નાભી હોય પરતું વચ્ચેનો પોઈન્ટ બહાર છે તેમને વિશ્વાસમાં લેવામાં સમસ્યા આવે છે.

૧૧. કમળની કર્ણિકા સમાન નાભિ –  જેમની નાભિ કમળની કર્ણિકા સમાન સુંદર હોય છે તે રાજા સમાન ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત કરનાર હોય છે. જેમની નાભિ નમેલી હોત તે બુદ્ધિમાન હોય છે. તે પોતાની યોગ્યતાથી સમાજમાં તથા કુળમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

૧૨. નાની નાભિ – નાભિનો નાનો આકાર શુભ હોતો નથી. આવ લોકોને જીવનમાં વારંવાર કષ્ટનો સામનો કરવો પડે છે.

૧૩. નીચેની તરફ નમેલી નાભિ – જે વ્યક્તિની નાભિ નીચેની તરફ નમેલી હોય તે વ્યક્તિને સચેત રહેવું જોઇએ. તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે.

નાભિમાં કંઇ પણ લગાવાની આખા શરીર પર  અસર થાય છે.  બીજી તરફ નાભિમાં તેલ લગાવવાથી ત્વચા ચમકદાર, ડાઘ-મુક્ત, સુંદર અને સ્વસ્થ બને  છે. નાભિમાં તેલ લગાવવાના ઘણા ફાયદા છે. પરંતુ સવાલ એ છે કે, નાભિમાં કયું તેલ લગાવવું જોઈએ. નાભિમાં લવન્ડરનું, નાળીયેરનું તેલ, લીમડાનું, લીંબુ નું, બદામ નું, જૈતુનનું. ઓલીવ ઓઈલ, જોજોબા ઓઈલ અને ગુલાબ ના તેલ થી ગોળાકાર ગતિમાં નાભી પર મસાજ કરવું. નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જેમાં કેટલાક લોકો ચૂક કરે છે. નાભી ઉપર અથવા નીચે તરફ ખસી જાય અને પેચોટી પડી જવી કહેવામાં આવે છે.

એટલા માટે ચાલો જાણીએ તે બીમારીઓ વિષે જે નાભિથી જ દૂર થઇ શકે છે. આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો.

૧. સુતા પહેલા ત્રણ ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિના આજુબાજુ દોઢ ઇંચ ની વર્તુળ મા પસરાવી નાખવુ .

૨.ઘૂંટણના દર્દમાં – સુતા પહેલા ત્રણ ટીપા એરંડિયાનું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ

૩.ધ્રુજારી તથા સાંધાનું દુખવુ તથા સુખી ત્વચા ના ઉપાય માટે- રાત્રે સુતા પહેલા ત્રણ ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ

૪. નાભિમા તેલ નાખવાનુ કારણ- નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિની સુકાઈ ગયી છે, એટલે એમા એ તેલ ને પસાર કરીને નાખે છે.

૫. જયારે બાળક નાનું હોય છે અને એના પેટમાં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરતજ બાળકનું પેટ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ છે.

૬. તેલ નું વપરાશ કરવા ડ્રોપરનું વપરાશ કરવુ જેથી નાભિમા તેલ નાખવુ સરળ રહે.

૭. નાભીમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારી માં રાહત મળે છે.

૮. જો કોઈ વ્યક્તિ ના વાળ ઝડપથી ખરતા હોય તો નાભી પર સરસવ નું તેલ વાળ ખરતા બંધ થાય છે.

૯.જે લોકોને પેચોટી પડી હોય તેમને એક ચમચી આમળાંના પાઉડરમાં લીંબુનો રસ ભેળવવો અને આ પેસ્ટને નાભિની આસપાસ લગાવો, પછી થોડીવાર સૂઈ જાઓ. આમળાંની પેસ્ટને દિવસમાં બેવાર નાભિ પર લગાવવાથી પેચોટીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય પેચોટીમાં દુખાવાથી છુટકારો મેળવવા માટે ગિલોય ખૂબ જ ફાયદાકારક છે.

૧૦. પેચોટી પડી ગયા પછી ઝાડા શરૂ થઈ જાય છે. ચાની ભૂક્કી ફાયદાકાર છે. આ સ્થિતિમાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચાની પત્તી ઉકાળો અને આ પાણી પીવાથી દુખાવો ઓછો થશે.

નાભિ કોઈ પણ મહિલા માટે ખુબ જ મહત્વપૂર્ણ અને જરૂરી અંગ હોય છે. જયારે પુત્ર પોતાની માતાના પેટમાં હોય છે અર્થાત જયારે કોઈ મહિલા ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તે બાળક માટે તેની માતાની નાભિ જ એકમાત્ર વિકલ્પ હોય છે જેનાથી તે પોતાના માટે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકે છે જેમ કે : શ્વાસ લેવો, પોશક તત્વોને ગ્રહણ કરવા ફાલતુ અને હાનિકારક વસ્તુઓનો નિકાલ કરવો.

આ ઉપરાંત તે બાળકના જન્મ ઉપરાંત પણ સૌથી પહેલું કામ એ હોય છે કે તેની નાભિને કાપવામાં આવે છે મિત્રો આમ તો નાભિનો સંબંધ શરીરના લગભગ બધા અંગો સાથે હોય છે પરંતુ નાભી શા માટે હોય છે એ જાણીશું?

બાળકની બહાર નીકળેલી નાભિની રાખવી પડે છે સંભાળ બાળકની નાભિ સામાન્ય કરતાં વધુ બહાર નીકળેલી અથવા બહાર નીકળી જાય છે. સામાન્ય રીતે બાળકોમાં આ સમસ્યા સમય જતાં ઠીક થઈ જાય છે, પરંતુ 3-4 વર્ષની ઉંમરે પણ, જો બાળકોની નાભિ બહાર નીકળેલી હોય અને મોટી હોય, તો એ અમ્બિલિકલ હર્નિયાનો સંકેત હોઈ શકે છે. જો બાળકની બહાર નીકળેલી નાભિ 3-4 વર્ષની ઉંમરે બરાબર નથી થતી તો સર્જરીની જરૂર પડે છે. ક્યારેક આ તકલીફને કારણે બાળકને દુખાવો થાય છે અથવા બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થાય છે, એ સમયે પણ સર્જરીની જરૂર પડે છે.

તબીબી રીતે કહીએ તો તમારું પેટનું બટન કાયમી ચિન્હ છે જ્યાંથી તમે ગર્ભમાં હતા ત્યારે તમારી નાભીની દોરી તમારી રુધિરભીસરણ તંત્રને પ્લેસેન્ટા સાથે જોડે છે. ગર્ભ શ્વાસ લેતું નથી ખાતું નથી અથવા શરીરમાંથી કચરો દુર કરતું નથી તેથી પેસેન્ટા માતાને તેના લોહીના પ્રવાહમાંથી ગર્ભમાં ઓક્સીજન અને પોષક તત્વો તેમજતેના શરીરમાંથી કચરો લઈ જવા માટે વિનિમય સ્થળ પ્રદાન કરે છે. બાળકના જન્મ પછી ડોક્ટર અથવા એટેન્ડન્ટ કોર્ડને કાપી નાખે છે અને સ્થળને બંધ કરે છે જે લગભગ એક અઠવાડિયા પછી સુકાઈ જાય છે અને પડી જાય છે અને જોડાણ બિંદુ તમારું પેટનું બટન અકબંધ રહે છે. તો આવી અવનવી કુતુહલ કરતી વાતો સાથે ફરી મળીશું નમસ્કાર.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.