Delhi to gujarat : ગાંધીનગરના અડાલજ પાસે ગુજરાત ATSએ ઝડપેલા ત્રણ આતંકીઓના ઈરાદાઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. હૈદરાબાદના આતંકી ડો. અહેમદ સૈયદ સાઈનાઈડ કરતાં પણ ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યો હતો. ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ પહોંચી તેની નિવાસસ્થાને તપાસ કરી, જ્યાંથી ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરીયલ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેને સીલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
Delhi to gujarat : યુપી અને રાજસ્થાન ats ના ગુજરાતમાં ધામા

આ કેસની ગંભીરતા જોતા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ અમદાવાદ પહોંચી છે અને સંયુક્ત તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપી કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીર જઈ આવતા હતા.

Delhi to gujarat : ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. શંકા છે કે કાશ્મીરી સફરજનની આડમાં કોઈ શંકાસ્પદ સામગ્રી દેશભરમાં મોકલવાની યોજના હતી.

Delhi to gujarat : ATSએ ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ વિસ્તારમાં લઈ જઈ તપાસ અને પંચનામું કર્યું છે. અત્યારે ATSની ટીમ દિલ્હી જઈને અન્ય રાજ્યોમાં તેમની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરશે.
વધુ સમાચાર વાંચવા માટે નીચે ક્લિક કરો
School news :શિક્ષકો BLO કામગીરીમાં જોડાતા શાળાઓ 4 તાસ સુધી સવારમાં ચલાવવાની રજૂઆત.




