Delhi Excise Policy Case: કેજરીવાલને ના મળી રાહત, 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે કેજરીવાલ  

0
104
Delhi Excise Policy Case :
Delhi Excise Policy Case :

Delhi Excise Policy Case : લિકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે રવિવારે કહ્યું કે અમે આ મહિનાના અંતિમ સપ્તાહ (એપ્રિલ)માં કેસની સુનાવણી કરીશું. બીજી તરફ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે.

Delhi Excise Policy Case : 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે કેજરીવાલ  

રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારવાની માંગ કરી હતી. ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, ED એ કેજરીવાલને તિહાર જેલ માંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.

Delhi Excise Policy Case :

Delhi Excise Policy Case :  23 એપ્રિલે કોર્ટે કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, ‘આ જ કેસમાં અન્ય આરોપી કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે, તેથી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પણ 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.

Delhi Excise Policy Case :

Delhi Excise Policy Case :  કેજરીવાલે તેની ધરપકડ અને રિમાન્ડને કોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે ED ને 24 એપ્રિલ અથવા તે પહેલા જવાબ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી ની અરજીને 29 એપ્રિલ થી શરૂ થતા અઠવાડિયા માટે મુલતવી રાખી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘દિલ્હીના સીએમને પ્રચારથી વંચિત રાખવા માટે ધરપકડ કરવામાં આવી હતી.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો