સંજયસિંહ દિલ્લી દારૂ કૌભાંડ માં ના મળી રાહત ૧૩-૧૦ સુધી ED કસ્ટડીમાં

0
176
સંજયસિંહ દિલ્લી દારૂ કૌભાંડ
સંજયસિંહ દિલ્લી દારૂ કૌભાંડ

દિલ્લી માં હાલ ખુબ જ ચર્ચિત એવો દારૂ કૌભાંડ ની વાતમાં હાલ સંજયસિંહ ની હાલત વધારે બગડી છે. હાલ આ દિલ્લી દારૂ કૌભાંડ માં સંજયસિંહ EDની કસ્ટડીમાં છે.જેમાં ED હજી બીજા દિવસ મળ્યા છે, હવે તે ૧૩ ઓક્ટોબર સુધી સંજય સિંહને કસ્ટડીમાં વધુ રાખી શકે છે.દિલ્લી દારૂ ચર્ચિત કૌભાંડમાં પકડાયેલ AAP સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી રાહત મળતી નથી, રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહને 13 ઓક્ટોબર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સંજયસિંહના રિમાન્ડ પાંચ દિવસના માંગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.ED એ કોર્ટને જણાવ્યું છે કે સંજય સિંહ વિરુદ્ધ લાંચ લેવાના પૂરતા પુરાવા મળ્યા છે,જેમાં તેને લાંચ માંગી હતી પણ તેની ચુકવણી મળી ન હતી.ED એ સંજયસિંહ પર આરોપ લગાવ્યો છે કે એ તપાસમાં સહકાર આપી રહયા નથી તેથી તેમની રિમાન્ડ બીજા ૫ દિવસ આપવાની માંગણી કરી હતી જેમાં કોલ ડેટા રેકોર્ડ અને જુના ફોન પણ રીકવર નથી થયા, ઉપરાંત સંજય સિંહ તેમના જુના ફોન વિશે માહિતી પુરતી આપી રહ્યા નથી.તેના પર કોર્ટે કહ્યું કે EDએ અરજીમાં કહ્યું કે હજુ સુધી મોબાઈલ ડેટા મળ્યો નથી ૫ દિવસ પછી પણ શું? જો ટે સીડીઆર પર સહી કરવાનો ઇનકાર કરશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

સંજયસિંહ દિલ્લી
સંજયસિંહ દિલ્લી

રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે સંજય સિંહને તેમની હાજરી દરમિયાન મીડિયા સાથે વાત ન કરવાનો નિર્દેશ સાથે એવું કહયું હતું કે તેનાથી સુરક્ષાની વાત જોડાયેલી છે. સિંઘે કોર્ટ રૂમમાં પ્રવેશતા પેહલા પત્રકારો સાથે વાત કર્યા બાદ વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલે આ ટીપ્પણી કરી.ન્યાયાધીશએ વધુમાં મિડિયા કર્મીઓને જણાવ્યું કે જયારે એ કોર્ટ રૂમમાં આવે ત્યારે પ્રશ્નો પુછવાનું ટાળો.આ સુર્ક્શની સમસ્યા વધારે છે.

સિંહે મિડિયા સમક્ષ દાવો કર્યો છે કે “અમારી સાથે પ્રમાણિક લોકો છે જયારે અપ્રમાણિક લોકો વડાપ્રધાન નરેન્દ્રમોદી સહતે છે.”અરજી પર દલીલો હજુ પણ કરવામાં આવી રહી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કસ્ટડી લંબાવાની વાત પણ કરી છે.૨૦૨૧-૨૨ દિલ્લી એક્સાઈઝ પોલીસી કેસ સંબધિત માની લોન્ડરિંગમાં ૪ ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.