દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરવાનું અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં મકાનની છત પર વીજ કંપનીઓની મદદથી સૌર ઉર્જા પેનલ લગાડવામાં આવી રહી છે. દિલ્હી સરકાર દ્વારા ગ્રામીણ માર્ગો પર સૌર ઉર્જાનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી વીજ બચત કરી શકાય. દિલગી સરકારનું ગ્રામીણ વિસ્તારોને સૌર ઉર્જાથી સજ્જ કરવાનું અભિયાન જ્યારથી શરુ કરવામાં આવી રહ્યું છે ત્યારથી દિલ્હીના ગામડાઓમાં વીજ બચાર અને સૌર ઉર્જાનો બહોળો ઉપયોગ અહે જાગૃતિ વધી છે. દિલ્હી સરકારના સકારાત્મક અભિગમથી ગરમીન વિસ્તારોમાં સોલાર પેનલ લગાડવામાં આવી રહી છે. જેથી ગ્રામજનો વૈકલ્પિક ઉર્જા મળી રહે અને ગ્રામીણ ગ્રાહકોને વીજ બચત તથા વીજ ઉત્પાદન મેળવીને રાજ્યની વીજ કંપનીને વીજળી પણ પૂરી પડી શકે . ગ્રામ્ય વિસ્તારોમાં હાલ દિલ્હી સરકારના પ્રયાસોથી જૂથ સોલાર પેનલ લગાડવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ટાટા પાવર DLL દ્વારા ગ્રામ્ય ગ્રાહક ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ગ્રાહકોને ઉર્જાની સમજણ અને ફાયદાઓ સમજાવવા અને સોલાર પેનલ લગાવવાના ફાયદા કહેવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં 100 વોટની ક્ષમતા સુધીની સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે ગ્રામ્ય ગ્રાહક જૂથના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટાટા પાવર ડીડીએલ આ વર્ષે 1 મેઘાવોટ સુધીની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખે છે 80 થી 90 કિલો વોટના સોલાર પેનલ લગાડીને સૌર ઉર્વીજા ઉત્જપાદન કરવાનું બીડું ઝડપ્યું છે. આનાથી વીજ કંપનીઓના વીજ ઉત્પાદનમાં ભારણ ઘટશે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતરો સહિત રોડ પર સૌર ઉર્જાથી ઝળહળી ઉઠશે અને અંતે ગરમીન જનોને ફાયદો થશે.
સોલાર પેનલ લગાડવાનું કામ હળ જ્યાં ચાલી રહ્યું છે તે જોન્ટી ગાવ , નિઝામપુર, ઓચંડી, પૂઠ, કુતુબગાઢ, કન્ઝાવાલા , જાટ્ખોર, દરિયાપુરના અંતરિયાળ વિસ્તારોમાં ગ્રાહક સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. એર કંડીશન , લાઈટ, પંખા, ટ્યુબ લાઈટ, બલ્બ, ગરમીન વિસ્તારોમાં સૌર ઉર્જાથી સંચાલિત કરી શકાય તે સમજણ ગરમીન વિસ્તારોમાં આપવામાં આવી રહી છે.
હાલ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એલ.ઈ ડી બલ્બ સાથે વીજળીની બચત અને વીજ ઉત્પાદન ક્ષમતામાં સોલાર પેનલથી વધારો અને ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે. દેશભરમાં જયારે ભાવ વધારો સતત સામાન્ય માણસ પર ઝીંકવામાં આવ્યો છે ત્યારે સૌર ઉર્જાથી સોલાર રૂફ ટોપ સબસીડી યોજના ભારત સરકાર અને દિલ્હી સરકારના પ્રયાસોથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સફળતા પણ દિલ્હી સરકારને મળી રહી છે.