ગુજરાતમાં કોરોનાના નવા ૨૩૧ કેસ
અમદાવાદમાં સૌથી વધુ નવા ૬૮ કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાહત મળી છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૨૩૧ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૬૮ કેસ નોંધાયા છે, જયારે રાજકોટમાં નવા ૨૩ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સાબરકાંઠામાં ૧૪, સુરતમાં ૨૭, વડોદરામાં ૨૯, ભરૂચમાં ૧૩ કેસ, મોરબીમાં ૧૧ કેસ અને ગાંધીનગરમાં ૧૨ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૧૧ લોકો વેન્ટીલેટર પર છે, જયારે ૨૨૦૪ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૭ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૪૯ લોકો ડીસ્ચાર્જ થયા છે.