સિક્કિમમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 94  થયો

0
147
સિક્કિમમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 94  થયો
સિક્કિમમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 94  થયો

સિક્કિમમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 94  થયો

79 લોકો હજુ પણ ગુમ

પૂરના કારણે 30 લોકો ઘાયલ થયા

સિક્કિમમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 94 થઈ ગયો છે. જેમાંથી અત્યાર સુધીમાં સિક્કિમમાંથી 36 અને પશ્ચિમ બંગાળમાંથી 58 મૃતદેહો મળી આવ્યા છે. 79 લોકો હજુ પણ ગુમ છે. 30 લોકો ઘાયલ થયા છે. તેમની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (SSDMA) અને બંગાળ પોલીસે આ માહિતી આપી છે.

સિક્કિમ SSDMA અનુસાર, પૂરના કારણે ચાર જિલ્લામાં મંગન, ગંગકોટ, પાક્યોંગ અને નામચીમાં અત્યાર સુધીમાં 10 ભારતીય સૈનિકો સહિત 36 લોકોના મોત થયા છે. જ્યારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી, કૂચ બિહાર અને કલિંગપોંગમાંથી અત્યાર સુધીમાં 58 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી છ સેનાના જવાનો છે.

સિક્કિમ SSDMA અનુસાર ચાર જિલ્લાના 90 વિસ્તાર પૂરથી પ્રભાવિત થયા છે. આ જિલ્લાઓમાં 87300 લોકો પ્રભાવિત થયા છે. 79 લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 30 લોકો ઘાયલ થયા છે, જેમાં બે સેનાના જવાનો પણ સામેલ છે. તેઓની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 1781 મકાનોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 2563 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 3435 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા 1722 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 658 પ્રવાસીઓ અને 11 સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યમાં કુલ 21 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, તેમાં 3851 લોકો રહે છે. પૂરમાં 14 પુલ ધરાશાયી થયા છે.

આગામી બે દિવસમાં તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવશેઃ પાઠક

દરમિયાન, સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે કહ્યું છે કે જો હવામાન આગામી બે દિવસ સાનૂકૂળ આવશે તો , તો મંગન જિલ્લા અને અન્ય સ્થળોએ ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે હવામાન વિભાગના સંપર્કમાં છીએ. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય સેના, વાયુસેના, ITVP, પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SSDMA સતત કાર્યરત છે..સિક્કિમાં પૂરે તબહી મચાવી છે.ત્યારે અનેક લોકો બે ઘર થયા છે.

વાંચો અહીં હરિયાણાના ભિવાનીના સેરલા ગામ પાસે અકસ્માત,છના મોત