Dearness Allowance, DA : 4% વધી શકે છે DA, કેન્દ્રીય કર્મચારીઓના ડીએ પર અપડેટ, એરિયર્સ સાથે મળશે મોટી રકમ

0
341
Dearnes-Allowance
Dearnes-Allowance
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

Dearness Allowance, DA:

તહેવારોની મોસમ વચ્ચે કેન્દ્ર સરકાર દેશના કરોડો લોકોને મોટા સમાચાર આપી શકે છે. 7માં પગાર પંચ હેઠળ (7th pay Commission), સરકાર ટૂંક સમયમાં પેન્શનરો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (Dearness Allowance, DA) અને મોંઘવારી રાહત (Dearness Relief, DR) સંબંધિત મોટી જાહેરાત કરી શકે છે. કર્મચારીઓ લાંબા સમયથી ડીએ (Dearness Allowance, DA)ની રાહ જોઈ રહ્યા છે.

Dearnes Allowance

આગામી 15 દિવસ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ ખાસ રહેવાના છે. એવી અપેક્ષા છે કે સરકાર આ 15 દિવસમાં મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત (DA/DR)માં વધારાની જાહેરાત કરશે. વાસ્તવમાં, જો આપણે અત્યાર સુધીની પેટર્ન પર નજર કરીએ તો, દશેરા પહેલા મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ (DA) વધારાની જાહેરાત કરવામાં આવે છે.

ડીએ (Dearness Allowance, DA) કેટલો વધી શકે? :

જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ એવી અટકળો છે કે તેની જાહેરાત ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર DAમાં 4% નો વધારો કરી શકે છે.

ડીએ (Dearness Allowance, DA) કેટલો વધી શકે? :

આ સાથે, DA વર્તમાન 42% થી વધીને 46% થઈ શકે છે. જો કે, અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે અને તે કેબિનેટની મંજૂરીને આધીન રહેશે.

મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ, 2023 થી અમલમાં આવવાની તૈયારીમાં છે, જેમાં જાન્યુઆરીથી જૂન સુધી અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI) દ્વારા DA (Dearness Allowance, DA) દર નક્કી કરવામાં આવે છે.

સરકાર ડીએ/ડીઆર (DA/DR)માં શા માટે અને ક્યારે ફેરફાર કરે છે? :

વધતી જતી ફુગાવા પર અંકુશ મેળવવા અને તેણે અટકાવવા સરકાર તરફથી દર છ મહિને નિયમિતપણે ડીએ અને ડીઆરના દરોમાં ફેરફાર કરવામાં આવે છે.

ડીએ (DA – Dearness Allowance) અને ડીઆર (DR – Dearness Relief) શું છે?

દેશમાં વધતી મોંઘવારીની અસરને ઘટાડવા માટે સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે દેશના લાખો કર્મચારીઓનો પગાર વધારવામાં આવે છે. આ તેમના મૂળભૂત પગારનો જ એક ભાગ છે. દેશમાં મોંઘવારી વધે તો સરકાર ડીએ (DA)માં પણ વધારો કરવો પડે છે. મોંઘવારી રાહત (DR) એ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરોને આપવામાં આવતો લાભ છે.

કેટલો પગાર વધારો આવશે? :

ધારો કે, જો કોઈ વ્યક્તિનો બેઝિક પગાર 18,000 રૂપિયા પ્રતિ મહિને છે, તો 42 ટકા DA પ્રમાણે તેને દર મહિને DA તરીકે 7560 રૂપિયા મળી રહ્યા છે. જો DA (Dearness Allowance, DA) વધીને 46 ટકા થાય છે તો, તેની રકમ 8280 રૂપિયા થઈ જશે. એટલે કે પગારમાં 720 રૂપિયાનો વધારો થશે. બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી વધુ અમીર વ્યક્તિ…

‘Cricket Diplomacy’ : ભારત-પાકિસ્તાન દુશ્મનાવટ વચ્ચે ‘ક્રિકેટ ડિપ્લોમસી’નું શું થયું?

ICC Cricket World Cup : પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓને ભારતીય વિઝા (VISA) વિશે માહિતી નથી, મેચની ટિકિટો બરબાદ

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]