DCvsPBK :  આજે IPLની બીજી મેચ, 454 દિવસ બાદ પંત ફરીવાર જોવા મળશે મેદાનમાં  

0
103
DCvsPBK
DCvsPBK

DCvsPBK  :  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની મેચ નંબર 2 આજે (23 માર્ચ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાશે. આ મેચમાં ચાહકોની નજર ઋષભ પંત પર રહેશે જે 454 દિવસ બાદ મેદાન પર પરત ફરી રહ્યો છે. આ મેચ ચંદીગઢના નવનિર્મિત મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે.  અમે તમને જણાવીએ કે બંને ટીમો વચ્ચે કોણ વધુ મજબૂત છે.

DCvsPBK

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની બીજી મેચમાં આજે (23 માર્ચ) દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ ટીમો આમને-સામને ટકરાશે. આ દરમિયાન તમામની નજર દિલ્હીના કેપ્ટન ઋષભ પંતના 454 દિવસ બાદ મેદાનમાં પરત ફરવા પર રહેશે. આ મેચ મુલ્લાનપુરમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ખાસ વાત એ છે કે આ બંને ટીમો આજ સુધી IPL ટ્રોફી જીતી શકી નથી. પંતની સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન (ગબ્બર) હશે.

DCvsPBK : ગમખ્વાર અકસ્માત બાદ પંત ફરીવાર મેદાનમાં

DCvsPBK

પંત જે ડિસેમ્બર 2022 માં એક ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયો હતો, તેણે ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાના બળ પર  સ્વસ્થ થઈ ગયો છે. તેને બેટ્સમેન અને વિકેટકીપર તરીકે રમવાની પરવાનગી મળી ગઈ છે અને તે કેપ્ટનશિપની જવાબદારી પણ નિભાવશે. પંતે ડેવિડ વોર્નર પાસેથી કમાન સંભાળી છે, જેમની કપ્તાની હેઠળ દિલ્હી ગયા વર્ષે 10 ટીમોમાં નવમા ક્રમે હતું.

DCvsPBK ; બંને ટીમોમાં કોણ મજબુત

DCvsPBK

IPLમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની ટીમો 32 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન બંનેએ 16-16 મેચ જીતી છે.દિલ્હીના કોચ રિકી પોન્ટિંગે મેચ પહેલા કહ્યું, ‘આ વખતે પંતે IPL પહેલા જેટલી બેટિંગની પ્રેક્ટિસ કરી છે. કદાચ આટલું બધું ક્યારેય કર્યું નથી. તે તેના શરીરને ફરીથી તે જ સ્થિતિમાં જોવા માંગે છે. વિકેટકીપર બેટ્સમેન પંતે સખત મહેનત, લડાયક ભાવના અને હિંમત સાથે સ્વસ્થ થવા માટે 15 મહિનાનો સમય આપ્યો છે. તેની વાપસીથી દિલ્હીની ટીમમાં નવો ઉત્સાહ ફરી વળ્યો છે. તે પહેલી મેચથી જ વિકેટકીપિંગ કરશે કે નહીં તે હજુ નક્કી નથી.  

DCvsPBK  : દિલ્હીની ટીમની તાકાત

DCvsPBK

દિલ્હી પાસે સારા ફાસ્ટ બોલર અને આક્રમક બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલ વોર્નર સારું પ્રદર્શન કરીને ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છશે. દિલ્હી પાસે પૃથ્વી શો, મિશેલ માર્શ, પંત અને સ્ટબ્સ જેવા આક્રમક બેટ્સમેન છે, જ્યારે બોલિંગનું નેતૃત્વ એનરિક નોર્સિયા, ઈશાંત શર્મા, મુકેશ કુમાર કરશે. કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સ્પિનની જવાબદારી સંભાળશે.

DCvsPBK  : પંજાબની ટીમની કમાન શિખર ધવનના હાથમાં

DCvsPBK

દિલ્હીની જેમ પંજાબની ટીમ પણ હજુ સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. તે માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી છે, જ્યારે તેને 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા હરાવ્યું હતું. આ પછી, 2019 થી 2022 સુધી, ટીમ સતત ચાર સીઝન સુધી છઠ્ઠા સ્થાને રહી અને 2023 માં આઠમા સ્થાને સરકી ગઈ. શિખર ધવનના રૂપમાં પંજાબ પાસે એક એવો કેપ્ટન છે જે ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ પોતાની ઉપયોગીતા બતાવવા માંગે છે.

ઓલરાઉન્ડર સિકંદર રઝા, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન અને ઋષિ ધવનનું ફોર્મ મહત્વનું રહેશે. કાગિસો રબાડા, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને નાથન એલિસ બોલિંગની જવાબદારી સંભાળશે.

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો