Dawood Ibrahim : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે મોટા સમાચાર ગતરાત્રીથી સામે આવ્યા છે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ ઈબ્રાહીમને કોઈએ ઝેર આપી દીધું છે અને ઝેરના કારણે દાઉદની હાલત ખુબ જ નાજુક છે અને તેને સારવાર માટે કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ સામે આવી નથી. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમે (Dawood Ibrahim) ભારતની ખુફિયા એજન્સીઓથી બચવા પોતાના અન્ય કેટલા નામ રાખ્યા હતા.
દુનિયાના ઘણા ખતરનાક આતંકવાદીઓએ વિવિધ દેશોની તપાસ અને સુરક્ષા એજન્સીઓથી બચવા માટે પોતાના નામ બદલી નાખ્યા છે. આ આતંકવાદીઓને દરેક દેશમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. આતંકવાદીઓના નામની સંખ્યા માત્ર એક-બે નહીં, પરંતુ દસ, પંદર અને તેનાથી પણ વધુ હોય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગેરકાનૂની ગતિવિધિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ તૈયાર કરેલી યાદીમાં હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ સહિત 31 આતંકવાદીઓના નામ સામેલ છે. આ યાદીમાં હાફિઝ સઈદના 9 નામ છે, જ્યારે દાઉદ ઈબ્રાહિમને 22 અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.
મુંબઈ હુમલાના આરોપી અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim)દ્વારા પસંદ કરાયેલા નામોમાં ઈકબાલ સેઠ, બડા પટેલ અને અઝીઝ દિલીપ વગેરેનો સમાવેશ થાય છે. પોતાને ધરપકડથી બચાવવા માટે આ આતંકવાદીઓ નામ બદલીને સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે.
કોણ છે અઝહર અલ્વી અને વિલા આદમ? | Who are Azhar Alvi and Willa Adam?
આ યાદીમાં પહેલું નામ મૌલાના મસૂદ અઝહરનું છે. તેમનું બીજું નામ મૌલાના મહમૂદ મસૂદ અઝહર અલ્વી અને વિલા આદમ ઈસા છે.
બીજો આતંકીનું નામ હાફિઝ મોહમ્મદ સઈદનું છે, જે 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય આરોપી અને જમાત-ઉદ-દાવાના વડો છે. આ આતંકવાદીએ 9 નામ રાખ્યા છે. હાફિઝ સઈદ ઉપરાંત તે હાફિઝ મોહમ્મદ સાહેબ, હાફિઝ મોહમ્મદ તરીકે પણ ઓળખાય છે. તેઓ સૈયદ, હાફિઝ મોહમ્મદ અને મોહમ્મદ સઈદ વગેરે નામોથી ઓળખાય છે.
ત્રીજો નંબરનો આતંકી છે ઝકી ઉર રહેમાન લખવી. આ આતંકવાદીએ અબુ વાહિદ, ઇર્શાદ અહેમદ અરશદ, કાકી ઉર રહેમાન, ઝાકીર ઉર રહેમાન લખવી, ઝાકી ઉર રહેમાન લખવી અને ઝાકિર રહેમાનનું નામ રાખ્યું છે.
દાઉદ ઈબ્રાહિમના સૌથી વધુ નામ છે | Dawood Ibrahim has the highest number of names.
દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના સૌથી વધુ નામ છે, આતંકવાદી દાઉદે પોતાના 22 નામ રાખ્યા છે. જેમાં દાઉદ ઈબ્રાહીમ કાસકર, દાઉદ હસન શેખ કાસકર, દાઉદ ભાઈ, દાઉદ સબરી, ઈકબાલ સેઠ, બડા પટેલ, દાઉદ ઈબ્રાહીમ, શેખ દાઉદ હસન, અબ્દુલ હમીદ અબ્દુલ અઝીઝ, અનીસ ઈબ્રાહીમ, અઝીઝ દિલીપ, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેમણ. કાસકર., દાઉદ હસન ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહીમ મેનન, કાસકર દાઉદ હસન, શેખ મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ રહેમાન, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ, દાઉદ ભાઈ લો ક્વોલિટી, ઈબ્રાહીમ શેખ મોહમ્મદ. અનીસ, શેખ ઈસ્માઈલ અબ્દુલ, શેખ ફારૂકી અને ઈકબાલભાઈ પણ નામ રાખ્યું છે.
આતંકી રિયાઝ ઈસ્માઈલ શાહબંદરે પોતાનું નામ શાહ રિયાઝ અહેમદ, રિયાઝ ભટકલ, મોહમ્મદ રિયાઝ, અહેમદ ભાઈ, રસૂલ ખાન, રોશન ખાન અને અઝીઝ નામ રાખ્યું છે.
અન્ય એક આતંકી અબ્દુલ રઉફ અસગર મુફ્તી, મુફ્તી અસગર, સાદ બાબા અને મૌલાના મુફ્તી રઉફ અસગર તરીકે પણ ઓળખાય છે.
તમને જણાવી દઈએ કે આ નામો ભારત સરકાર પાસે ઓફીશીયલ ડેટામાં સેવ છે, આ સિવાય પણ આતંકીઓ વધુ નામ સાથે ફરતા હોય છે.
તમે આ પણ વાંચી શકો છો
Dawood Ibrahim : दाऊद के रिश्तेदार जावेद मियांदाद हाउस अरेस्ट