Dawood Ibrahim : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે અત્યારે ચારે બાજુ તમામ પ્રકારની અટકળો લાગી રહી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદને કોઈએ ઝેર આપ્યું છે અને ઝેરના કારણે દાઉદની હાલત નાજુક છે અને તેને સારવાર માટે કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જો કે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ સામે આવી નથી. ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલનો છોકરો કેવી રીતે બન્યો અન્ડરવલ્ડનો કુખ્યાત ડોન ? વાંચો અમારો આ અહેવાલ….
Dawood Ibrahim : વર્ષ 1993ની એ ઘટના ક્યારેય દેશ નહીં ભૂલી શકે જેમાં 257 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના પાછળ જો કોઈ જવાબદાર છે તો તે છે ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ. એવું કહેવાય છે કે વર્ષ 1993થી ભારતમાંથી નાસી છૂટેલો ડૉન દાઉદ ઈબ્રાહીમ આજે પાકિસ્તાનમાં રહે છે.
હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા દાઉદના સપના ખુબ ઊંચા હતા | Dawood Ibrahim had very high dreams.
દાઉદ ઈબ્રાહીમનો જન્મ 26 ડિસેમ્બર 1955ના દિવસે મહારાષ્ટ્રના ખેદ રત્નગિરીમાં થયો હતો. દાઉદ ઈબ્રાહીમના પિતા શેખ ઈબ્રાહીમ અલી કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. દાઉદનો પરિવાર મોટો હોવાથી તેના પિતાને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. દાઉદ ઈબ્રાહીમના પિતા બાળકોની બધી ઈચ્છાઓ પૂર્ણ નહોંતા કરી શકતા. બાળપણથી ગરીબી જોઈને જન્મેલા દાઉદ ઇબ્રાહીમને હવે તેની ઈચ્છાઓ દબાવવી નહોંતી અને તેને ઝડપથી પૈસાદાર બનવું હતું. દાઉદને પહેલેથી જ અભ્યાસમાં રસ નહોંતો જેથી તેને 9 માં ધોરણ પછી જ અભ્યાસ છોડી દીધો.
લુંટ સાથે ક્રાઈમની દુનિયામાં મારી એન્ટ્રી |Dawood Ibrahim entry into the world of crime
દાઉદે શરૂઆતના ગાળામાં એક બિઝનેસમેન સાથે લૂંટ કરી. દાઉદને તેના કારનામાં બદલ જેલની હવા પણ ખાવી પડી હતી. દાઉદને હવે અંધારી આલમની દુનિયા આકર્ષી રહી હતી. દાઉદને ગુનાખોરીની દુનિયામાં આગળ વધતા તેના પિતાએ દાઉદને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.નાની આંખોમાં મોટા સ્વપન સેવતો દાઉદ હવે કોઈનું સાંભળવાનો નહોંતો. દાઉદના વર્તનમાં કોઈ બદલાવ ન આવતા તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
મુંબઈ પર રાજ કરવા દાઉદે તમામ હદો વટાવી |Dawood Ibrahim crossed all limits to rule Mumbai
દાઉદ તેની આંખોમાં મુંબઈ પર રાજ કરવાનું સપનું સેવી રહ્યો હતો અને તેને પૂર્ણ કરવા દાઉદ કોઈ પણ હદે જવા તૈયાર હતો. આ રીતે દાઉદે ગુનાખોરીની દુનિયામાં પહેલો કદમ મૂક્યો. મુંબઈ શહેર અંડરવર્લ્ડના માફિયાઓની ગુંડાગર્દી અને આતંકનું સાક્ષી રહ્યુ છે. મુંબઈમાં પોતાની બાદશાહત સાબિત કરવા માટે જુદી જુદી ગેંગો વચ્ચે લોહિયાળ જંગ ચાલે રાખતો હતો. દાઉદ ઈબ્રાહીમનું અંડરવર્લ્ડની દુનિયામાં વર્ચસ્વ બન્યું તે પહેલા બીજા ડૉન હુકૂમત ચલાવતા હતા. કરીમ લાલા મુંબઈના સૌથી પહેલા ડૉન હતા. દાઉદ ઈબ્રાહીમે શરૂઆતમાં ડૉન કરીમ લાલાની ગેંગમાં કામ કર્યું. દાઉદે કરીમ લાલા પાસેથી ગુનાખોરીની દુનિયામાં કામ કરવાની રીતો શીખી. દાઉદે ત્યારબાદ કરીમ લાલાની ગેંગથી છેડો ફાડ્યો અને દાઉદે તેના ભાઈ શાબીર સાથે મળીને નવી ગેંગ બનાવી.
માન્યા સુર્વે દાઉદ માટે બન્યો રસ્તાનો કાંટો | Manya Surve became a fork in the road for Dawood Ibrahim
દાઉદ અને તેની ડી ગેંગ દિન પ્રતિદિન ગુનાઓને અંજામ આપતી હતી. મુંબઈ શહેરમાં એકતરફ સામાન્ય જનતામાં દાઉદની ગેંગનો ખૌફ હતો તો બીજીતરફ પોલીસ માટે પણ દાઉદ માથાનો દુ:ખાવો બની ગયો હતો. તે વચ્ચે અફઘાનિસ્તાનથી આવેલી ગેંગને પણ દાઉદ આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. તે સમયે દાઉદ સામે બાથ ઝીલી શકે તેવો એક જ શખ્સ હતો જેનું નામ હતું માન્યા સુર્વે. અફઘાનિસ્તાનથી આવેલી પઠાણી ગેંગે માન્યા સુર્વે સાથે હાથ મિલાવ્યો અને દાઉદના ભાઈ સાબીરનું કાસળ કાઢી નાખ્યું. જોકે બાદમાં પોલીસ સાથેના એન્કાઉંટરમાં માન્યા સુર્વે માર્યો ગયો.
બોલિવૂડ સાથે પણ સંપર્ક રહ્યા | Dawood Ibrahim also remained in touch with Bollywood
આ પછી દાઉદે ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે સટ્ટાબાજી, ફાઇનાન્સિંગ ફિલ્મો અને અન્ય બે નંબરના ધંધા કરવાના શરૂ કર્યા. આ પછી દાઉદે હાઈપ્રોફાઈલ બોલિવૂડ સેલિબ્રિટી અને પ્રોડ્યુસર પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. પોતાના સમયમાં દાઉદે પોતાના નામથી દુનિયાભરમાં આતંક ફેલાવવાનું શરૂ કર્યું હતું. તેના ગુંડાઓએ 25 થી વધુ દેશોમાં ડ્રગ હેરફેર અને શસ્ત્રોની દાણચોરી શરૂ કરી.
મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ છે દાઉદ
1993ના મુંબઈ બ્લાસ્ટ માટે દાઉદ ઈબ્રાહિમને જવાબદાર માનવામાં આવે છે. હકીકતમાં, ત્રીસ વર્ષ પહેલાં, મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં લગભગ 2 કલાક સુધી શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. એ વિસ્ફોટોમાં ઘણા કિરદારો હતા. પરંતુ આ વિસ્ફોટો પાછળનું સૌથી મોટું નામ દાઉદ ઈબ્રાહિમ હજુ પણ ભારતીય કાયદાની પકડથી દૂર છે. અને તે લાંબા સમયથી પાકિસ્તાનમાં રહે છે, અત્યાર સુધી તે ક્યારેય દુનિયાની પકડમાં આવી શક્યો નથી.
તમે આ પણ વાંચી શકો છો
Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહીમ દુનિયાભરમાં આટલા નામોથી ઓળખાય છે