દબાણમુક્ત અને સ્વચ્છ મોરબી શહેર બનાવવા હવે મોરબી નગરપાલિકા એક્શનમાં #morbi #morbinagarpalika #bulldozer #dabanmukt #svachshaher

0
117

દબાણમુક્ત અને સ્વચ્છ મોરબી શહેર #morbi #morbinagarpalika #bulldozer #dabanmukt #svachshaher – મોરબી નગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત અને સ્વચ્છ બનાવવા માટે શરૂ કરાયેલી “વન વીક, વન ડે, રોડ” ઝુંબેશ હેઠળ આજે હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબીમાં “વન વીક, વન ડે, રોડ” હેઠળ કરાઈ કાર્યવાહી


આ ઝુંબેશ અંતર્ગત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં આવેલા 50 જેટલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં 50 ગેરકાયદે દબાણો દૂર કરાયા

આજે સવારથી જ નગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જેસીબી અને અન્ય સાધનોની મદદથી 50 જેટલા નાના-મોટા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની આ કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી

શાંતિપૂર્ણ માહોલમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે