Cyclone Remal: 135ની ઝડપે આવી રહ્યું છે ચક્રવાતી તોફાન; બંગાળ નૌસેનાના હવાલો, એર ઈન્ડિયાની 300 ફ્લાઈટ્સ રદ

0
183
Cyclone Remal: 135ની ઝડપે આવી રહ્યું છે ચક્રવાતી તોફાન; બંગાળ નૌસેનાના હવાલો, એર ઈન્ડિયાની 300 ફ્લાઈટ્સ રદ
Cyclone Remal: 135ની ઝડપે આવી રહ્યું છે ચક્રવાતી તોફાન; બંગાળ નૌસેનાના હવાલો, એર ઈન્ડિયાની 300 ફ્લાઈટ્સ રદ

Cyclone Remal: દેશમાં ચોમાસાની અસર દેખાવા લાગી છે. 19 મેના રોજ, આંદામાન અને નિકોબારથી ચોમાસું પ્રવેશ્યું અને તેની સાથે જ બંગાળના પ્રદેશમાં ચક્રવાતી તોફાન રેમાલ ઊભું થયું, જે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.

Cyclone Remal: 135ની ઝડપે આવી રહ્યું છે ચક્રવાતી તોફાન; બંગાળ નૌસેનાના હવાલો, એર ઈન્ડિયાની 300 ફ્લાઈટ્સ રદ
Cyclone Remal: 135ની ઝડપે આવી રહ્યું છે ચક્રવાતી તોફાન; બંગાળ નૌસેનાના હવાલો, એર ઈન્ડિયાની 300 ફ્લાઈટ્સ રદ

Cyclone Remal:

હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ તોફાનની અસર બંગાળમાં દેખાવા લાગી છે.

120 થી 135 કિલોમીટરની ઝડપ સાથેનું વાવાઝોડું (Cyclone Remal) આજે રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાશે. તોફાન બંગાળ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ એલર્ટ બાદ ઈસ્ટર્ન નેવલ કમાન્ડે ચાર્જ સંભાળી લીધો છે. કોલકાતા એરપોર્ટ પરથી લગભગ 400 આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એકલા એર ઈન્ડિયાએ જ 300થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે.

સિયાલદાહ, દક્ષિણ 24 પરગણાના નામખાના, કાકદ્વિપ, ઉત્તર 24 પરગણાના સિયાલદાહ-હસ્નાબાદ વચ્ચે ચાલતી ટ્રેનો પણ આજ રાતથી રદ રહેશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. 5 વધારાની ટીમોને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે. લોકોને અને માછીમારોને દરિયા કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. રાત્રે ઘરની અંદર રહેવાની સૂચનાઓ છે.

Cyclone Remal: એરપોર્ટ અને ટ્રેનો બંધ, 4 લોકોના મોત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંગાળમાં હાલમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મમતા બેનર્જી સરકારે સાવચેતી રાખવાના આદેશ આપ્યા છે. લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ રહેશે અને વીજળી પણ ખોરવાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને સલામત સ્થળોએ જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ચક્રવાતી તોફાનની અસરથી 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 26 થી 28 મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ પહેલા પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ચક્રવાતી તોફાનના કારણે વરસાદને કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઝારખંડમાં ઓરેન્જ એલર્ટ, વીજળી સંકટની ચેતવણી

હવામાન વિભાગ તરફથી મળેલા અપડેટ મુજબ ચક્રવાતી (Cyclone Remal) તોફાનની અસરને જોતા ઝારખંડમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વીજ સંકટ વધુ ઘેરી બની શકે છે, જેના માટે હવામાન વિભાગે વીજળી વિભાગને એલર્ટ આપી દીધું છે. વીજળી વિભાગે પણ ટીમો બનાવીને વિસ્તારોમાં તૈનાત કરી દીધી છે. ટીમોને વીજ લાઈનો પર નજર રાખવા અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની માહિતી મળતાં જ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો