જીરાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા, સપ્તાહમાં ૨૦ ટકાનો ઉછાળો

0
221

જીરાનો ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૪૬,૨૫૦ને સ્પર્શી ગયો

જીરાના ભાવમાં તેજી જોવા મળી છે. જીરાના ભાવ નવી ઉંચાઈ પર પહોંચી ગયા છે. જીરુંના ભાવમાં તેજીની સર્કીટ લાગી છે. જીરુંના ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૪૬,૨૫૦ને સ્પર્શી ગયો છે. આમ એક સપ્તાહમાં જીરું લગભગ ૨૦ ટકા જેટલું મોંઘુ થયું છે. નિષ્ણાંતોના મતે જીરાની કિંમત વધવા પાછળનું કારણ ઓછા ઉત્પાદનને લીધે પુરવઠો ઘટવાની સામે નિકાસ માંગ મજબૂત હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષે જીરાનું ઉત્પાદન 6.29 લાખ ટન હતું, જ્યારે આ વર્ષે ઘટીને 3.8થી 4 લાખ ટન થઇ ગયું છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે, જો સ્થિતિ આમ જ રહી તો ટૂંક જ સમયમાં જીરાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 50 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.