ગુજરાતમાં માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકામાં પાકને નુકસાન થયું છે.પાક નુકસાનના એહવાલોના આધારે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય જાહેર કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે,જૂનાગઢ ,અમેરેલી,કચ્છ પાટણ સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ આ સર્વેની કમગીરી પૂર્ણ થશે.ત્યાર બાદ ગુજ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે.VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ