Home State Gujarat Crime Spree in Rajkot: રાજકોટ ફરી લોહીયાળ બન્યું, રૈયા રોડ પર પતિએ...

Crime Spree in Rajkot: રાજકોટ ફરી લોહીયાળ બન્યું, રૈયા રોડ પર પતિએ હથોડીના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી, 4 દિવસમાં બીજી ઘટનાથી ચકચાર

0
264
Crime Spree in Rajkot
Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય તેવી વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં એક પતિએ કૌટુંબિક ઝઘડામાં ઉશ્કેરાઈને પોતાની જ પત્નીને માથામાં હથોડીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં માત્ર ચાર જ દિવસમાં હત્યાનો આ બીજો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: ફ્લેટ નંબર 102માં ખેલાયો ખૂની ખેલ

મળતી માહિતી મુજબ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડિંગના પહેલા માળે ફ્લેટ નંબર 102માં અલ્તાફભાઈ લાલાણી પોતાના પરિવાર સાથે રહે છે. આજે (29 મે) સવારના સમયે અલ્તાફભાઈને તેમની 40 વર્ષીય પત્ની શિલ્પાબેન સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આવેશમાં આવી ગયેલા પતિ અલ્તાફભાઈએ ઘરમાં રહેલી હથોડી વડે શિલ્પાબેનના માથાના ભાગે ઘાતકી પ્રહારો કરી દીધા હતા.

Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો

લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા શિલ્પાબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાકીદે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો.

Crime Spree in Rajkot

Crime Spree in Rajkot: ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે, આરોપીને પકડવા ચક્રો ગતિમાન

ચાર દિવસમાં જ બીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. DCP ઝોન-2 રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ ACP (પશ્ચિમ વિભાગ) આર.એસ. બારીઆ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો ઉચ્ચ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી પતિ અલ્તાફ લાલાણીને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

Crime Spree in Rajkot: ૪ દિવસ પહેલા જ પૌત્રએ દાદાને મોતને ઘાટ ઉતાર્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૫ મેના રોજ યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં જ આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ આવી જ એક કૌટુંબિક હત્યાની ઘટના બની હતી. જેમાં નરાધમ પૌત્ર મોહિત મિયાત્રાએ પોતાના જ સગા દાદા અરજણભાઈ મિયાત્રાને માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી પૌત્રને જેલહવાલે કરી દીધો છે, ત્યાં જ આજે વધુ એક પારિવારિક હત્યાનો ગુનો પ્રકાશમાં આવતાં રાજકોટવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાજકોટની સોની બજારમાં બોમ્બ બ્લાસ્ટ જેવા ધડાકા AC કમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ બાદ 2 ગેસ સિલિન્ડર ફાટ્યા, 1 KM દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે