Crime News:વડોદરા શહેરમાં સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક વધુ કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. 4 ઓક્ટોબર 2024ના રોજ ભાયલીમાં થયેલા ગેંગરેપ બાદ હવે ફતેગંજ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર બે યુવકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યાનો મામલો નોંધાયો છે. આરોપ છે કે, બંને યુવકોએ સગીરાને ત્રણ કલાક સુધી રૂમમાં બંધક બનાવી રાખી વારાફરતી દુષ્કર્મ કર્યું હતું.

Crime News:ઘરેથી નીકળેલી સગીરાને બહાને રૂમમાં લઈ જવામાં આવી
પ્રાપ્ત માહિતી મુજબ, 8 જાન્યુઆરીના રોજ બપોરે ઘરેથી બહાર નીકળેલી 15 વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકોએ બહાને બોલાવી રૂમમાં લઈ ગયા હતા. ત્યાં અંદરથી દરવાજો બંધ કરી લગભગ ત્રણથી ચાર કલાક સુધી તેને બંધક બનાવી રાખી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Crime News:પડોશીની બૂમો બાદ આરોપીઓ ફરાર

ઘટનાની જાણ કોઈ રીતે પડોશીને થતાં તેણે બૂમો પાડી હતી. બૂમાબૂમ થતાં જ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનોએ સગીરાને શોધી કાઢી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
Crime News:પોલીસ પર ફરિયાદ ન લેવાના ગંભીર આક્ષેપ
પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, ઘટના બપોરે બન્યા બાદ તેઓ 1:30 વાગ્યે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ શરૂઆતમાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નહોતી અને ગેરવર્તન કરવામાં આવ્યું હતું. બાદમાં સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
Crime News:‘અમને ન્યાય જોઈએ છે’: પીડિતાના પિતા
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ લારી ચલાવી રહ્યા હતા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ શરૂઆતમાં તેમની પત્નીની ફરિયાદ લેવામાં આવી નહોતી. “અમારી દીકરી સાથે બે યુવકોએ દુષ્કર્મ કર્યું છે. અમને માત્ર ન્યાય જોઈએ છે અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ,” એમ તેમણે જણાવ્યું હતું.

પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા
આ મામલે ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, સગીર વયની દીકરી પર દુષ્કર્મની ફરિયાદ તેની માતા દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ જ્યારે બીજી આરોપીની ઉંમર 20 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.
સગીરાનું મેડિકલ કરાયું, તપાસ ચાલુ
પોલીસે જણાવ્યું છે કે, પીડિત સગીરાનું એસએસજી હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. હાલ ફતેગંજ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં મોડીરાતે સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને આરોપીઓને સખત સજા આપવા માંગ કરી હતી.




