‘Cricket Diplomacy’ : ભારત-પાકિસ્તાન દુશ્મનાવટ વચ્ચે ‘ક્રિકેટ ડિપ્લોમસી’નું શું થયું?

0
209
INDIA vs PAKISTAN
INDIA vs PAKISTAN

Cricket Diplomacy : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં હરીફોનો મુકાબલો ચાલી રહ્યો છે ત્યારે આપણે ક્રિકેટ કૂટનીતિ (Cricket Diplomacy)ના ઈતિહાસ પર ફરી નજર કરીએ. ભારત અને પાકિસ્તાનથી લઈને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને ‘લોકોથી લોકો’ કૂટનીતિ (Cricket Diplomacy)ની વાત. ક્રિકેટ વર્લ્ડ કપની રમતમાં ભારત બનામ પાકિસ્તાન 14 ઓક્ટોબરના રોજ એકબીજા સાથે ટકરાશે. જે ઇતિહાસમાં સૌથી વધુ જોવાતી ક્રિકેટ મેચમાંની એક બની રેહશે. આ મેચની કેટલીક ટિકિટ બ્લેક માર્કેટમાં $300,000 સુધી વેચાય છે.

હકીકતમાં કોઈ પણ પાકિસ્તાની ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી તો છોડી દો દેશમાં પ્રવેશવાની મંજૂરી પણ મળશે કે કેમ તે હજી અસંભવ લાગે છે.

1 35
ICC Cricket World Cup

કોઈ પણ રીતે, ક્રિકેટ મેચની હરીફાઈમાં India-Pakistan Match સૌથી મહાન, આક્રમક અને રોમાંચક હરીફાઈમાંની એક હોય છે – એ હકીકત હોવા છતાં કે ભારતે છેલ્લે 2006માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને બંનેએ એક દાયકાથી વધુ સમયથી બેન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.

તેમ છતાં, એ હકીકત છે કે, ક્રિકેટ બે પડોશી દેશોને વિભાજિત કરવાને બદલે એક કરે છે.

5 174 16

“ક્રિકેટ કૂટનીતિ” (Cricket Diplomacy) શબ્દનો સૌપ્રથમ વ્યાપક ઉપયોગ 1987માં થયો હતો જ્યારે પાકિસ્તાનના પ્રમુખ મોહમ્મદ ઝિયા ઉલ-હકે બંને દેશો વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે ભારતની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત કાશ્મીર પર વધી રહેલા તણાવના સમયે લેવમાં આવી હતી. તે “ક્રિકેટ ફોર પીસ”નો ભાગ હતો.

જો કે, આ દરમિયાન નિરસ ક્ષણ દરમિયાન, ઝિયાએ કથિત રીતે ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીને પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના થોડા સમય બાદ સરહદ પર તણાવ પાછો શરૂ થઈ ગયો.

કદાચ ક્રિકેટ કૂટનીતિ (Cricket Diplomacy)માં તેનો સૌથી સફળ સમયગાળો 2003 અને 2008 ની વચ્ચેનો હતો, જ્યારે બે ટેસ્ટ શ્રેણી પાકિસ્તાનમાં અને બે ભારતમાં યોજવામાં આવી હતી. પરંતુ આ તમામ બાબતો નવેમ્બર 2008માં ત્યારે  બદલાઈ જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં 160 થી વધુ લોકોની હત્યા કરી. ત્યાર બાદથી સંબંધો – ક્રિકેટ અને રાજકીય બંને તરફથી તનાવપૂર્ણ છે.

ESPN ક્રિકઇન્ફોના વરિષ્ઠ સંપાદક અને The Unquiet Ones – A History of Pakistan Cricket ના લેખક ઉસ્માન સમીઉદ્દીના જણાવ્યાનુસાર : “જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા હોય છે, ત્યારે તે સંબધો વ્યક્ત કરવાનું સૌપ્રથમ માધ્યમ ક્રિકેટ જ છે.”

The Unquiet Ones – A History of Pakistan Cricket
The Unquiet Ones – A History of Pakistan Cricket

“પરંતુ જ્યારે પરિસ્થિતિઓ ખરાબ થાય છે, ત્યારે સૌપ્રથણ ક્રિકેટને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેનો બહિષ્કાર થાય છે.”

સમીઉદ્દીને કહ્યું, “ક્રિકેટ સંબંધોમાં પુનઃપ્રારંભ થવાથી પાકિસ્તાનને વધુ ફાયદો થશે.”

સમીઉદ્દીન ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય કૂટનીતિમાં ક્રિકેટની ભૂમિકાને સ્વીકારે છે. સમીઉદ્દીન ઉચ્ચ સ્તરીય સંબંધોના આ મૂલ્યાંકન સાથે સહમત છે. પરંતુ તે કહે છે કે રાજદ્વારી અવરોધનો પણ બંને દેશોમાં આર્થિક ફેરફારો સાથે ઘણો સંબંધ છે.

Osman Samiuddin
Osman Samiuddin

યુનાઇટેડ કિંગડમ સ્થિત શૈક્ષણિક જેણે ક્રિકેટ ડિપ્લોમસી પર વ્યાપકપણે પ્રકાશિત કરતા લખ્યું છે કે,

“એક સમય એવો હતો કે જ્યારે ભારત પાકિસ્તાન સામે રમીને બંને બોર્ડ માટે સૌથી વધુ કમાણી કરતું હતું, ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી પાકિસ્તાન સાથેની નીતિમાં કંઈ પણ બદલાવાનું નથી,”

ઈન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્વની સૌથી આકર્ષક સ્પોર્ટ્સ લીગમાંની એક છે, તેથી ટેસ્ટ મેચોને છોડી દો, કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાનને રમવા માટે બહુ ઓછું આર્થિક પ્રોત્સાહન મળે છે.

ક્રિકેટ બોર્ડની વાત કરીએ તો મોટા ભાગના ટ્રમ્પ કાર્ડ ભારત ધરાવે છે. ભારતે આ દરમિયાન, સામાન્ય રીતે ક્રિકેટનો ઉપયોગ રાજદ્વારી સ્વરૂપે કર્યો છે. ઘણા ભારતીય રાજકારણીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન કાશ્મીરમાં સશસ્ત્ર બળવોને સમર્થન આપે ત્યાં સુધી ક્રિકેટ રમી શકાય નહીં.

ડી’ઓલિવેરા કેસ (D’Oliveira case) :

અલબત્ત, ક્રિકેટ ડિપ્લોમસી માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે નથી.

1990 ના દાયકાના મધ્યમાં, જ્યારે અન્ય ટીમોએ ગૃહયુદ્ધને કારણે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ભારત અને પાકિસ્તાને પોતાની ટીમને શ્રીલંકા પ્રવાસ મોકલીને શ્રીલંકાને સમર્થન આપ્યું હતું.

2008માં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ જાહેરાત કરી હતી કે ઝિમ્બાબ્વેને માનવ અધિકારોના ઉલ્લંઘનને કારણે ઈંગ્લેન્ડના પ્રવાસની મંજૂરી આપવામાં આવશે નહીં. જેને તત્કાલિન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને રોબર્ટ મુગાબેની “ગુનેગાર ગેંગ” (criminal cabal) તરીકે ઓળખાવી હતી.

પરંતુ ક્રિકેટમાં શક્તિનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ રંગભેદ દક્ષિણ આફ્રિકામાંથી આવે છે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટના ઈતિહાસ પરના અનેક પુસ્તકોના લેખક આન્દ્રે ઓડેંડાલ (André Odendaal) જણાવે છે કે, ક્રિકેટ હંમેશા દક્ષિણ આફ્રિકામાં સત્તાના માળખા સાથે ગાઢ રીતે જોડાયેલું હતું; પછી ભલે તે શાહી હોય, નાણાકીય હોય કે રાજકીય.

તે કહે છે, આ ચીલો 1968 માં બદલાઈ ગયો જ્યારે ડી’ઓલિવીરા કેસે “એમ્પાયરના છોકરાઓની ક્લબનો આરામ તોડી નાખ્યો”

Andre Odendaal edited
André Odendaal

1931 માં કેપ ટાઉનમાં જન્મેલા, ભારતીય અને પોર્ટુગીઝ વંશના બેસિલ ડી’ઓલિવેરા (D’Oliveira), તેમની પેઢીના શ્રેષ્ઠ દક્ષિણ આફ્રિકાના ખેલાડી તરીકે પ્રખ્યાત હતા. પરંતુ તેની ચામડીનો જે રંગ હતો તે રંગનો  અર્થ એ છે કે તેમને ક્યારેય તેના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવશે નહીં.

તેમના સમુદાયના દાનથી તેઓ (D’Oliveira) 1960માં બ્રિટન ગયા અને થોડા વર્ષોમાં તેઓ ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમવા લાગ્યા. વર્ષ 1968માં જ્યારે ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું હતું, ત્યારે રંગભેદી સરકાર અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ એસોસિએશને ઈંગ્લેન્ડના ક્રિકેટ સંચાલકો સ્પષ્ટતા કરી હતી કે ડી’ઓલિવીરાને તેમના દેશમાં આવકારવામાં આવશે નહીં.

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં રહેલી સત્તાઓએ એક યોજના ઘડી, જેનાથી તેઓને આશા હતી. તેઓ આ મુદ્દાને બાજુ પર રાખશે. 1968માં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં ડી’ઓલિવીરાએ અણનમ 87 રન બનાવવા છતાં ડી’ઓલિવીરાને અનફીટ હોવાનું કારણ આપી ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર કરવામાં આવી હતી. ચાર મેચો પછી, જયારે ઇંગ્લેન્ડ હજુ પણ 1-0થી પાછળ હતું ત્યારે ડી’ઓલિવીરાને પાછા બોલાવવામાં આવ્યા હતા.

ડી’ઓલિવીરાની આગળની કારકિર્દી હવે આ ઇનિંગ પર નિર્ભર હતી, તેણે લડાયક શાનદાર 158 રન બનાવ્યા જેણે કારણે ઈંગ્લેન્ડ આ શ્રેણીમાં બરાબરી પર આવીને ઉભું રહ્યું.

Basil DOliveira 1
Basil D’Oliveira

ઇંગ્લિશ પસંદગીકારોએ તેમની યોજના જેમાં તેમણે ડી’ઓલિવીરાની ટીમમાં પસંદગી કરી હતી તેના પર અડગ રહ્યા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ડી’ઓલિવીરા ટીમમાંથી કાઢવામાં આવ્યો ત્યારે તેના વિરોધમાં મેરીલેબોન ક્રિકેટ ક્લબના ઘણા સભ્યોએ રાજીનામું આપી દીધું  હતું.

દક્ષિણ આફ્રિકાના તત્કાલીન વડાપ્રધાન બીજે વોર્સ્ટરે (Prime Minister BJ Vorster) ઇંગ્લેન્ડની ટીમને “MCCની ટીમ નહીં પરંતુ રંગભેદ વિરોધી ચળવળની ટીમ” તરીકે વર્ણવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે મિશ્ર જાતિના ઇંગ્લેન્ડને દક્ષિણ આફ્રિકામાં રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો અને દક્ષિણ આફ્રિકા ટૂંક સમયમાં 1991 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સ્થગિત થઈ ગયું હતું.

લોકોથી લોકો વચ્ચેની કૂટનીતિ :

ક્રિકેટ નિષ્ણાતોના મત મુજબ ઉચ્ચ સ્તરીય રાજકીય સાધન તરીકે “ક્રિકેટ કૂટનીતિ” ક્યાં તો મૃત્યુ પામી છે અથવા બેભાન અવસ્થામાં છે. અત્યારના સમયમાં ક્રિકેટની “લોકો-થી-લોકો” (People-to-people) કૂટનીતિની અપાર સંભાવનાને પ્રકાશિત કરે છે. જેમાં લોકો – દેશવાસીઓ પર કોઈ નીતિની શું અસર થશે તે વિશે પહેલા વિચારમાં કરવામાં આવે છે.

રમત-જગત અને વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર માટે – કલિક કરો અહી –

INDIA vs PAKISTAN MATCH : મોદી સ્ટેડિયમ NSGની એન્ટી ડ્રોન સહિત હિટ ટીમના હવાલે

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં કાગડા ઉડયા, ખાલી સ્ટેડિયમના ફોટા થયા વાયરલ ; શું આ ODIનો અંત છે..?

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચમાં મ્યુઝીક સેરેમની આકર્ષણ જમાવશે

ભારત પાકિસ્તાન મેચમાં કાળા બજારિયાઓ બેફામ , એક લાખમાં ટીકીટ વેચાઈ

Men in Blue, Chak De India, #IndiaVsNewZealand, #INDvsNZ, #CheerForGreatness, Team India, David Beckham, Batting First, Bat First, Match, वानखेड़े स्टेडियम, Dhoni, Chak De India, Go India, Men in Blue, #IndianCricketTeam,