CR PATIL :   રેલી કરતા કરતા પાટીલ સાહેબ વિજય મુર્હુત ચુક્યા, હવે આવતીકાલે નોંધાવશે ઉમેદવારી  

0
75
C.R.PATIL
C.R.PATIL

CR PATIL :  કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈકાલે રામ નવમીની રજા બાદ આજે ગુરૂવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે.

CR PATIL

CR PATIL :   આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ ફોર્મ ભર્યું હતું. તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી, ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ફોર્મ ભર્યું હતું. તેમજ જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓ આજે ફોર્મ ભરશે. તો સી આર પાટીલ આજે ફોર્મ ભરવાના હતા પણ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે કાલે ફોર્મ ભરશે. નવસારીમાં સી આર પાટીલની રેલી યોજાઈ હતી. જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી. તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા.

CR PATIL

CR PATIL : નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ હવે કાલે ફોર્મ ભરશે

CR PATIL


CR PATIL : નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો