COURT MARRIAGE RULES : કોર્ટ મેરેજનું વધી રહ્યું છે ચલણ, કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજમાં શું છે તફાવત? 6 દસ્તાવેજ હોય ત્યારે જ માન્ય ગણાય છે લગ્ન

0
203
COURT MARRIAGE RULES
COURT MARRIAGE RULES

COURT MARRIAGE RULES: આજના સમયમાં લગ્ન રજિસ્ટર્ડ અને કોર્ટ મેરેજ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આખરે આ કેમ આટલું મહત્ત્વનું બની ગયું છે? આ બંને પ્રકારનાં લગ્ન વચ્ચે શું તફાવત છે? આ માટે કયા દસ્તાવેજોની જરૂર છે? ચાલો જણાવીએ..

આમિર ખાનની પુત્રી આયરા ખાને 3 જાન્યુઆરીના રોજ ફિટનેસ-ટ્રેનર નૂપુર શિખરે સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ મુંબઈની પ્રખ્યાત હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યાં હતાં. જરૂરી દસ્તાવેજો પર સહી કરીને બંને સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયાં, પરંતુ મરાઠી રીતરિવાજ મુજબ 10 જાન્યુઆરીએ લગ્ન કર્યાં.

IMG 0138

તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરીને લગ્ન કરવા છતાં લોકો હવે ઓફિશિયલ રીતે નોંધાયેલા લગ્ન પણ કરી રહ્યાં છે. અગાઉ આવું થતું ન હતું, પરંતુ આજના સમયમાં લગ્ન રજિસ્ટર્ડ અને કોર્ટ મેરેજ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

આખરે આ કેમ આટલું મહત્ત્વનું બની ગયું છે? આ બંને પ્રકારનાં લગ્ન વચ્ચે શું તફાવત છે? આ માટે કયા દસ્તાવેજોની જરૂર છે? ચાલો જણાવીએ..

MARRIAGE RULES: રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ વચ્ચે શું તફાવત છે?

ભારતમાં કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ સામાન્ય લગ્નો કરતાં ઘણા અલગ છે, જેમાં તમામ ધર્મ અને જાતિનાં યુવક-યુવતીઓ માટે નિયમો સમાન (MARRIAGE RULES) છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ બે અલગ-અલગ ધર્મ, સમુદાય અને અલગ-અલગ દેશોના લોકો પણ લગ્ન કરી શકે છે.

MARRIAGE RULES: લગ્નની નોંધણી કરાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?

  • લગ્નના પ્રમાણપત્રનાં ફોર્મ સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો અટેચ કરવાના હોય છે.
  • પતિ અને પત્નીનું જન્મ પ્રમાણપત્ર
  • 10મા ધોરણની માર્કશીટ
  • યુવક-યુવતીનું આધાર કાર્ડ
  • બંનેના 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ
  • લગ્નના 2 ફોટોગ્રાફ, જેમાં દુલ્હન અને વરરાજાના ચહેરા સ્પષ્ટ દેખાતા હોય
  • લગ્નકાર્ડ (કંકોતરી)

પતિ-પત્નીએ આ તમામ દસ્તાવેજો સાથે રજિસ્ટ્રાર સમક્ષ જવું પડશે. આ પછી રજિસ્ટ્રાર આગળની પ્રક્રિયા શરૂ કરે છે.

લગ્નનું પ્રમાણપત્ર ક્યાં ઉપયોગી છે?

  • કાયદાકીય માન્યતા મળે છે
  • અનેક સરકારી યોજનાનો લાભ મેળવી શકાય છે
  • લગ્ન બાદ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવતા સમય
  • પાસપોર્ટ માટે અપ્લાય કરતા સમય
  • લગ્ન બાદ ઈન્શ્યોરન્સમાં
  • જ્યારે કોઈ દેશમાં ટ્રાવેલ વિઝા અથવા કાયમી નિવાસની અરજી કરવા માટે
  • સ્ત્રી લગ્ન પછી અટક બદલવા માગતી નથી
  • લગ્ન પછી રાષ્ટ્રીય બેંકમાંથી લોન લેવા માટે
  • લગ્ન પછી કોઈપણ પ્રકારની કાયકાકીય બાબત કે ફરિયાદ માટે
  • છુટાછેડાની અરજી માટે

લગ્ન નોંધણીની ફી કેટલી છે..?


નોંધણી માટે દરેક રાજ્યમાં અલગ-અલગ ફી જમા કરાવવાની હોય છે, જે તદ્દન નોમિનલ હોય છે.

COURT MARRIAGE RULES શું છે?

આ નિયમ હેઠળ, આ કાયદાકીય પ્રક્રિયામાં સામેલ થતાં પહેલાં બંને પક્ષોએ લગ્ન કર્યાં ન હોવાં જોઈએ એ જરૂરી છે.

હિંદુ ધર્મમાં સંબંધીઓ વચ્ચે લગ્ન ન થઈ શકે, જેમ કે – કાકી, ભાઈ, બહેન વગેરે. લગ્ન સમયે બંને પક્ષો એટલે કે વર અને કન્યા તેમની માન્ય સંમતિ આપવા માટે સક્ષમ હોવા જોઈએ.

કોર્ટ મેરેજ માટે સ્ત્રી અને પુરુષની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બાળક પેદા કરવા માટે બંને પક્ષો શારીરિક રીતે ફિટ હોવાં જરૂરી છે. આ સિવાય બંને માનસિક રીતે સ્થિર એટલે કે સ્વસ્થ હોવાં જોઈએ.

કોર્ટ મેરેજ કેવી રીતે થાય છે?


ભારતમાં રહેતા કોઈપણ નાગરિક કોર્ટ મેરેજ માટે અરજી કરી શકે છે. કોર્ટ મેરેજ પહેલાં દુલ્હન, વરરાજા અને સાક્ષીઓએ રજિસ્ટ્રાર સમક્ષ એક ઘોષણાપત્ર પર સહી કરવી પડે છે, જેમાં લખ્યું છે કે આ લગ્ન કોઈપણ દબાણ વગર તેમની ઈચ્છા મુજબ થઈ રહ્યા છે. આ પછી રજિસ્ટ્રાર 30 દિવસનો નોટિસ પિરિયડ આપે છે. આ લગ્ન સામે કોઈને વાંધો છે કે કેમ એ તપાસવું.

જો કોઈને આ લગ્ન સામે કોઈ વાંધો હોય તો તે 30 દિવસની અંદર તેની ફરિયાદ નોંધાવી શકે છે, પરંતુ જો આ દિવસોમાં કોઈએ ફરિયાદ નોંધાવી નથી, તો કોર્ટ લગ્નની નોંધણી ફી ચૂકવીને લગ્ન પ્રક્રિયાને આગળ વધારવામાં આવે છે. કોર્ટ મેરેજની નોટિસ હવે માતા-પિતા સુધી પહોંચતી નથી, પરંતુ રજિસ્ટ્રાર ઓફિસને મોકલવામાં આવે છે.

શું કોર્ટ મેરેજ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે?


એવું નથી, જોકે લગ્નની નોંધણી કરાવનાર યુગલ પુખ્ત હોય અને કોર્ટ મેરેજ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવું જરૂરી છે

શું કોર્ટ મેરેજ રજિસ્ટ્રેશન ઓનલાઇન થાય છે?


ના, કોર્ટ મેરેજ રજિસ્ટ્રેશન માટે લગ્ન કરનાર કપલે લગ્ન અધિકારી સમક્ષ પોતાને રજૂ કરવાની જરૂર હોય છે. તો જ લગ્ન નોંધણી શક્ય બને છે.

કોર્ટ મેરેજ પર અમુક રકમ મેળવવાની જોગવાઈ છે?
આ અંતર્ગત જો કોઈ દલિત સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરે છે તો સરકાર તે નવપરિણીત યુગલને 2.5 લાખ રૂપિયા આપે છે. નવવિવાહિત કપલમાંથી એક દલિત સમુદાયનું હોવું જોઈએ, જ્યારે બીજું દલિત સમુદાયની બહારનું હોવું જોઈએ.

કોર્ટ મેરેજમાં આ આર્થિક મદદ આંતરજાતીય લગ્ન દ્વારા સામાજિક એકીકરણ માટેની ડૉ. આંબેડકર યોજના હેઠળ આપવામાં આવે છે.

લગ્ન હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ. આ અંગે નવપરિણીત કપલે સોગંદનામું દાખલ કરવાનું રહેશે.

  • કોર્ટ મેરેજમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે?
    પૂર્ણ અરજી ફોર્મ
  • કોર્ટ મેરેજ માટે લેવામાં આવતી ફી (દરેક રાજ્યમાં જુદી જુદી)
  • કન્યા અને વરરાજાના 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
  • ઓળખનો પુરાવો (આધારકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ)
  • કપલની 10મી/12મી માર્કશીટ
  • બંનેનાં જન્મ પ્રમાણપત્રો
  • એફિડેવિટ એ સાબિત કરે છે કે વર અને કન્યા બંનેમાંથી કોઈપણ ગેરકાયદે સંબંધમાં નથી
  • સાક્ષીઓના ફોટોગ્રાફ્સ અને પાન કાર્ડ.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.