HomeGujaratCorruption Crackdown: રાજકોટમાં ACBનો મોટો સપાટો ૨૦ લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ...

Corruption Crackdown: રાજકોટમાં ACBનો મોટો સપાટો ૨૦ લાખની લાંચ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ ઝડપાયા!

Corruption Crackdown: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરતા રાજકોટમાં CGST કચેરીના સુપ્રીન્ટેન્ડન્ટ અને એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટને ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Corruption Crackdown

Corruption Crackdown: મુખ્ય વિગતો:

  • આરોપીઓ: મુકેશકુમાર મનબોધ્ધ કુમાર (સુપ્રીન્ટેન્ડન્ટ, CGST) અને આકાશ કલોલીયા (ટેક્સ કન્સલ્ટન્ટ).
  • લાંચની રકમ: ₹૨૦,૦૦,૦૦૦ (વીસ લાખ રૂપિયા).
  • સ્થળ: ક્રિએટિવ કોમ્પ્લેક્સ, રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનની પાછળ.

Corruption Crackdown: શું હતો સમગ્ર મામલો?

ફરિયાદી વિરુદ્ધ જીએસટી (GST) ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે CGST કચેરીમાં એક અરજી થઈ હતી. આ મામલામાં કાયદેસરની કાર્યવાહી ન કરવા અને પતાવટ કરવા માટે સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમારે શરૂઆતમાં ૨૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ અંતે ૨૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

ACBએ ગોઠવ્યું છટકું

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. સુપ્રીન્ટેન્ડન્ટના કહેવા મુજબ, ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા જ્યારે ફરિયાદી પાસેથી ૨૦ લાખ રૂપિયાની રોકડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ પહેલેથી ગોઠવાયેલા છટકામાં તે ઝડપાઈ ગયો હતો. ACB એ આકાશની સાથે સુપ્રીન્ટેન્ડન્ટ મુકેશકુમારની પણ ધરપકડ કરી લીધી છે.

જાગૃત નાગરિકની હિંમત

એક જાગૃત નાગરિકની હિંમતને કારણે લાખો રૂપિયાનો આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડોદરાના સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી, કોલ્ડરૂમમાં રાખેલો વૃદ્ધાનો મૃતદેહ સડી જતાં અમેરિકાથી આવેલા પરિવારે મચાવ્યો હોબાળો!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments