corona : દેશમાં સૌથી વધુ કોરોના કેસોમાં ગુજરાત 4 ક્રમે

0
341
corona
corona

corona :  દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા 11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે.

corona 2

corona :સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં


દેશમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. કોરોના કેસોની રફતારથી ચિંતા વધારી દીધી છે ત્યારે આજે સૌથી વધુ 300 કેસ કેરળમાં, બીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ, ત્રીજા નંબરે તામિલનાડુમાં 12 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે.

કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2441 પર પહોંચી છે. જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92, તામિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 89 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ 45 છે, પણ આજનો કેસ વધવાનો આંકડો ગુજરાત કરતાં ઓછો છે.

covid 19 2

corona : અમદાવાદમાં આજે નવા 6 કેસ નોંધાયા


અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા છે. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સંક્રમિત થયાં છે, આથી એક્ટિવ કેસની સંખ્યા 12 પર પહોંચી છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. એમાં લોકોને બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો એવો ઉલ્લેખ કર્યો છે.

JN ૧ 2

corona : ગાંધીનગરમાં 8 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ


ગાંધીનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે વાવોલમાં રહેતા 8 વર્ષીય બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં હોમ આઈસોલેશન કરવામાં આવ્યો છે. જે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસમાં ગાંધીનગરમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે.

તમે આ પણ વાંચી શકો છો

Giloy Ke Fayde  :  કોરોનાને માત આપવા આ ઔષધી છે રામબાણ