Giloy Ke Fayde  :  કોરોનાને માત આપવા આ ઔષધી છે રામબાણ

1
291
Giloy Ke Fayde
Giloy Ke Fayde

Giloy Ke Fayde : દેશમાં અત્યારે ફરીવાર કોરોનાએ ઉછાળો માર્યો છે, છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં રોજ ૩૦૦ થી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં પણ કોરોનાના કેસોએ ઉછાળો માર્યો છે, રાજ્યમાં ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યારે આજે અમે તમને એક એવી ઔષધી વિશે બતાવીશું જેનાથી કોરોનાને હરાવવા ખુબ જ સરળ થઇ જાય છે.       

Giloy Ke Fayde

ઘણા ઔષધીય છોડ છે જેનો ઉપયોગ સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કરી શકાય છે. આ ઔષધીય છોડ શરીરને રોગોથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગિલોયને સૌથી શક્તિશાળી ઈમ્યૂનિટી બૂસ્ટર માની શકાય છે. (Giloy Ke Fayde) ગિલોયનો ઉકાળો, ટેબલેટ અથવા ચૂર્ણના સેવનથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ મળે છે. ગિલોયનું  સેવન બીમારીઓથી બચાવે છે.

આયુર્વેદમાં અનેક વનસ્પતિઓના ઔષધીય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘણા એવા છોડ છે જેમાં ચમત્કારિક ઔષધીય ગુણો હોય છે. આ સ્વાસ્થ્યની કાળજી રાખવા અને શરીરને રોગોથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં ગિલોય (Giloy Ke Fayde) ના  ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ગિલોય વેલો એટલે કે તેનું લાકડું જીવન બચાવનાર છે. તેમાં અનેક ગુણો છે. આવો અમે તમને ગિલોયના ફાયદા તેમજ તેનો ઉકાળો કેવી રીતે બનાવવો તે વિશે જણાવીએ.

Giloy Ke Fayde

ગિલોય (Giloy Ke Fayde) થી તમને આ ચમત્કારિક લાભો મળે છે. હેલ્થ એક્સપર્ટના મતે ગિલોયમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે. આના કારણે આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેના કારણે આપણી ત્વચા ટાઈટ અને ગ્લોઈંગ રહે છે. આજના સમયમાં લોકોને તે નથી ખબર કે ગિલોયનું સેવન કેવી રીતે કરવું જોઇએ અને કેટલી માત્રામાં કરવું જોઇએ. ગિલોયનું સેવન 3 રીતે કરી શકાય છે. ગિલોય સત્વ, ગિલોય જ્યુસ અને ગિલોય ચૂર્ણ. (Giloy Ke Fayde)

Giloy Ke Fayde

ગીલોયના ફાયદા – Giloy Ke Fayde

ડાયાબિટીસ વધશે નહીં-
ગિલોયના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધે છે, જેનાથી શરીરમાં શુગર લેવલ ઓછું થાય છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને વ્યક્તિ સ્વસ્થ જીવન જીવે છે.

લોહીની ઉણપ દૂર થાય છે-
જે લોકો લોહીની ઉણપથી પીડાય છે. તેઓએ ગિલોયનું સેવન કરવું જોઈએ. તેમાં ફોલેટ, આયર્ન અને વિટામિન B12 જેવા તત્વો હાજર હોય છે, જે એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે.

આંખની શક્તિ વધે છે-
દ્રષ્ટિ સુધારવા માટે દરરોજ ગિલોયના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રેસિપીને એક મહિના સુધી અજમાવવાથી આંખોની રોશની ઝડપી બને છે.

તાવ ઠીક થઈ જશે-
જો કોઈ વ્યક્તિ ઋતુ પરિવર્તનને કારણે તાવનો સામનો કરી રહ્યો હોય તો તેણે ગિલોયનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તાવને ઓછો કરવામાં મદદ કરે છે. ગિલોયનો ઉકાળો બનાવીને પીવાથી કોઈ પણ પ્રકારના તાવ ઠીક કરવામાં મદદ મળે છે. દિવસમાં 3 વાર ગિલોયનો ઉકાળો બનાવીને પીવાથી તાવ થોડા દિવસમાં જ ઠીક થઈ જાય છે. શરદી-ખાંસીની સમસ્યાથી હેરાન થઈ રહેલા લોકો જો ગિલોયનું સેવન કરશે તો આ સમસ્યા ફટાફટ દૂર થઈ જશે. લાંબા સમય સુધી તેના સેવનથી આ પરેશાનીનો ખતરો ઓછો થઈ શકે છે. 

પાચન સુધારવા માટે-
પાચનશક્તિને મજબૂત કરવા અને કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દરરોજ એક ગ્લાસ પાણીમાં ગિલોયનો રસ ભેળવીને પીવો જોઈએ. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ પણ સાફ થાય છે.

 

Giloy Ke Fayde


ગિલોય કઢાને આ રીતે તૈયાર કરો (Giloy Kadha Kaise Banaye – Giloy Ke Fayde )-


ગિલોયની દાંડી એટલે કે થાંડલ લો અને તેને સારી રીતે ધોઈ લો અને તેનો ભૂકો કરી લો. ગીલોયના ભુક્કાને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને તેમાં તુલસીના પાન, કાળા મરી, આદુ અને હળદર ઉમેરો. પાણીને સારી રીતે ગરમ પાણીમાં ઉકાળો. ઉકાળ્યા પછી તેમાં મધ નાખો ગાળીને હૂંફાળું પીવું., સમગ્ર ઉકાળાને એક સ્વચ્છ કપડા થી ગાળી લો અને પીવાનું ચાલુ કરી દો .

તમે પણ આ ઔષધીના ઉકાળાનો ઉપયોગ કરીને કોરોના સામે રક્ષણ મેળવી શકો છો,  

નોંધ : ગીલોય તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ગીલોય કોરોનાની દવા નથી. તમે બીમાર થાઓ છો તો તમારા ડોકટરની મુલાકાત કરવી અત્યંત જરૂરી છે

તમે આ પણ વાંચી શકો છો   

drink alcohol :  કેટલો દારૂ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી ? WHO એ આપ્યો રીપોર્ટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.