અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી
MPHW ની 344 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી
ભરતી પડ્યાના એક જ દિવસમાં વિવાદ સર્જાયો
મહિલાઓની ઉમેદવારી મંગાવવામાં આવતા વિવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ્ અંતર્ગત MPHW ની 344 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. પરંતુ સરકાર ના ઠરાવ મુજબ મલ્ટી પર્પસ હેલ્થ વર્કરમાં માત્ર પુરુષો જ સમાવેશ કરવામાં આવે પરંતુ કોર્પોરેશન દ્વારા મહિલાઓની પણ ઉમેદવારી મંગાવવામાં આવેલ હોવાથી પુરુષ ઉમેદવારોએ કોર્પોરેશન આવીને આવેદન પત્ર આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા સરકારી અનેક ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેમાં અનેક યુવાનોને રોજગાર પૂરો પડે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની 344 જેટલી જગ્યાની ભરતી બહાર પાડવામાં આવે છે. પરંતુ ભરતી પડ્યાના એક દિવસમાં જ તેમાં વિવાદ ઉભો થયો છે. સરકારના આરોગ્ય વિભાગના ઠરાવ પ્રમાણે મલ્ટી પર્પઝ પુરુષોને જ સમાવેશ કરવાનો ઠરાવ છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓની પણ ઉમેદવારી મંગાવવામાં આવી છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
MPHW ઉમેદવાર પ્રતીક આહિરે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરહંમેશ વિવાદસ્પદ ભરતી ઉભી કરીને ભરતીને અડચણરૂપ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. MPHW ની 344 જેટલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. અને ગુજરાત સરકાર દ્વારા પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની અંદર માત્ર પુરુષો જ ઉમેદવારી કરી શકે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતીની અંદર મહિલા ઉમેદવારોની પણ અરજી મંગાવવામાં આવી છે. જેને લઈને આજે ઉમેદવારો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારીને આવેદન આપવી આ ભરતીની અંદર માત્ર પુરુષોને જ ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ