શાકભાજીના ભાવ વધારા પર વિવાદાસ્પદ નિવેદન
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
શાકભાજીના ભાવ વધારા માટે મુસ્લિમો જવાબદારઃહિમંતા બિસ્વા સરમા
AIUDFના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે ભાજપ પર કર્યો પ્રહાર
ભાજપ ધર્મના આધારે સમુદાયોને વિભાજીત કરે છેઃ અમીનુલ ઈસ્લામ
અમીનુલ ઈસ્લામ, AIUDFના ધારાસભ્ય 00-1.07
શાકભાજીના ભાવ વધારા પર વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શાકભાજીના ભાવ વધારા માટે મિયા સમુદાયના મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા બાદ વિવાદ સર્જાયો છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે ભાજપ પર જાતિ અને ધર્મના આધારે સમુદાયોને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો છે.AIUDF ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપે લાભ મેળવવા માટે જાતિ અને ધર્મના નામે સમુદાયોને વિભાજીત કરવાની રણનીતિ અપનાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ જોઈ રહ્યું છે કે ઉત્તર-પૂર્વ તેમના પક્ષમાં નથી જઈ રહ્યું, તેથી તેઓ આસામમાં સમુદાયો વચ્ચે તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ મિયા-મિયા કહીને સમુદાયોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ આવું ન કરવું જોઈએ. તેઓ પ્રતિષ્ઠિત પદ પર છે, આવી સ્થિતિમાં આવા નિવેદનો કરવા યોગ્ય નથી. અમીનુલ ઈસ્લામે સરમાના નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આટલા પછી જો કોઈ ઘટના બનશે તો તેના માટે સરકાર અને સીએમ હિમંતા બિસ્વા સરમા જવાબદાર રહેશે. તેમનું નિવેદન ભાઈચારાને નુકસાન પહોંચાડી શકે છે.
પત્રકારોના પ્રશ્નના જવાબમાં ધારાસભ્યએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમે હંગામો કરીએ, જો અમે રસ્તા પર જઈશું તો તેનો ફાયદો તેમને મળશે. જો કે, અમારું માનવું છે કે આવું ન હોવું જોઈએ. તેમણે આસામના લોકોને વધુમાં અપીલ કરી કે કેટલાક લોકો રમખાણો ભડકાવવા અને સમુદાયો વચ્ચે તિરાડ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ ધ્યાન ન આપો. તેમણે કહ્યું કે આપણે બધા સાથે રહીશું.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ