વિવાદાસ્પદ કંપનીઝ કરશે બ્રિજનું ઇન્સ્પેકશન!

0
169

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની સુરક્ષાને લઇ પ્રશ્નો ઉઠતા અમદાવાદ મનપા હવે એલર્ટ મોડ પર છે. અમદાવાદ શહેરના તમામ 82 બ્રિજનું તબક્કાવાર રીતે ઇન્સ્પેક્શન કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે, જેમાં અગાઉ વિવાદાસ્પદ બનેલા બે કન્સલ્ટન્ટની નિમણૂંકની દરખાસ્ત કરવામાં આવી છે. અગાઉ કન્સલ્ટન્ટ માટે આવેલા નામ પર વિવાદ સામે આવ્યો હતો, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટની પેનલ નક્કી કરવામાં આવી છે. રિંગ રોડ પર મુમતપુરા બ્રિજના સ્લેબ પડવાની દુર્ઘટના અને ઇન્કમટેક્સ બ્રિજના 5 લેનને લઈ વિવાદમાં આવેલા કન્સલ્ટન્ટની આ પેનલમાં નિમણૂંક કરવામાં આવી હોવાને લઈ વિવાદ સામે આવ્યો છે. ઇન્કમટેક્સ બ્રિજમાં પણ કન્સલ્ટન્ટ એવા કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુમતપુરા બ્રિજના સ્લેબ તૂટવાની ઘટનામાં જે જવાબદાર કન્સલ્ટન્ટ એજન્સી હતી તે કંપની પાસે જ તમામ બ્રિજની તપાસ કરવા માટેની કામગીરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે.