કન્જેક્ટિવાઈટિસ નો ફેલાવો આજે ગુજરાતમાં વધ્યો છે. એક બાદ એક શહેરોમાં કન્જેક્ટિવાઈટિસ ના કેસો વધી રહ્યા છે. સુરત બાદ અમદાવાદ,ભાવનગર,રાજકોટ,વડોદરા પણ કન્જેક્ટિવાઈટિસના કેસો નોંધાયા છે.
કન્જક્ટિવાઈટિસના લક્ષણો શું છે ?
૧. આંખોમાંથી પાણી પડવું
૨. આંખો લાલ થઇ જવી
૩. આંખોમાં દુઃખાવો થવો
4. આંખોમાં ખંજવાળ આવવી
5. આંખમાંથી પરૂ પણ નીકળી શકે છે
કન્જક્ટિવાઈટિસ થાય તો શું કરવું ?
૧.ફરજીયાત ચશ્માં પહેરવા
૨. આંખમાંથી નીકળતા પરૂને સાફ કરવું
૩. વારંવાર હાથ ધોવા જોઈએ
4. તબીબોના સૂચનનું પાલન કરવું
શું કરવું નહી ?
૧. આંખોને ચોળવી ન જોઈએ
૨. સંક્રમિત વ્યક્તિનો રૂમાલ ન ઉપયોગમાં લેવો
૩. મેડિકલ સ્ટોર પરથી ટીપાં ન લેવા જોઈએ
4. બાળકને શાળાએ ન મોકલવા જોઈએ