કોંગ્રેસ નેતા જયરામ રમેશે  સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામું આપ્યું

0
67
કોંગ્રેસ નેતા જયરામ રમેશે  સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામું આપ્યું
કોંગ્રેસ નેતા જયરામ રમેશે  સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસ નેતા જયરામ રમેશે  સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામું આપ્યું

ટ્વિટ કરીને જણાવ્યું રાજીનામાનું કારણ

સ્થાયી સમિતિને સરકાર દ્વારા ઘણા બિલ મોકલાયા નથી

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. જયરામ રમેશે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને આ પદ પર ચાલુ રહેવાનું કોઈ મહત્વ નથી દેખાતું.અગાઉ, જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરે છે. જયરામે કહ્યું કે સરકારે જાણીજોઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યા નથી.

Capture 39

ટ્વીટ કરીને જણાવ્યું કે કેમ રાજીનામું આપ્યું

જયરામ રમેશે આ વિશે ટ્વિટ પણ કર્યું, જેમાં તેમણે લખ્યું, ‘આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, 1980 અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. આટલું જ નહીં, સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે DNA ટેક્નોલોજી (ઉપયોગ અને એપ્લિકેશન) નિયમન બિલ, 2019 પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમિનલ પ્રોસિજર (ડિટેક્શન) એક્ટ, 2022થી દૂર કરી દીધો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ