ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો પ્રારંભ

0
81
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નો પ્રારંભ
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નો પ્રારંભ

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો પ્રારંભ

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન

આ પ્રકારની પહેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ : પુરષોત્તમ રૂપાલા

રાજ્ય માટે આ મોટી ઉપલબ્ધિ છે : પુરષોત્તમ રૂપાલા

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી ખાતે ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ નિમિત્તે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો પ્રારંભ કરાવ્યો હતો. બે દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000 થી વધુ સહભાગીઓ ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી  પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ પ્રકારની પહેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ અને તેનું યજમાન ગુજરાત બન્યું છે  રાજ્ય માટે આ મોટી ઉપલબ્ધિ  છે. આ ઉદ્યોગ વિશેષ પ્રગતિ ની દિશા માં આગળ વધે તેવા નિર્ણયો પણ આ કોન્ફરનસ ના માધ્યમ થી લઇ શકાશે.

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023ના વિવિધ પ્રકલ્પો વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ આગવી કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ – વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટર્સ, પ્રોસેસર્સ,પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા સૌ લોકોને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને એક મંચ પર લાવશે. આ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સહિત આ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર્સ અનેકવિધ વિવિધતાપૂર્ણ સેમિનાર્સ, ડિસ્કશન, કોન્ફરન્સ અને ડેલીબરેશનમાં સહભાગી થશે અને મત્સ્યોદ્યોગના વૈશ્વિક પડકારો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરશે.

આ ઐતિહાસિક કોન્ફરન્સ થકી તેઓને દેશ-વિદેશમાં આ ક્ષેત્રે અપનાવવામાં આવતી વિવિધ તકનીકો, પદ્ધતિઓ, યોજનાઓ બાબતે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થશે. મત્સ્ય ઉદ્યોગના આંતરરાષ્ટ્રીય કારોબાર સહિત આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પડકારો અને સંભાવનાઓ તથા તેના સમાધાનો અંગે આ કોન્ફરન્સ મહત્ત્વની સાબિત થશે. આ કોન્ફરન્સની ભલામણો અને સૂચનો આગામી સમયમાં આ ક્ષેત્રે પોલિસી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ મંથન દેશના ફિશરીઝ સેક્ટર માટે ‘વે ફોરવર્ડ’ સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાંચો અહીં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી