National Herald case : નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, 752 કરોડની સંપત્તિ જપ્ત

0
54
National Herald
National Herald

National Herald case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 752 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ED દ્વારા સંલગ્ન્ન કરેલી પ્રોપર્ટીની યાદીમાં દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ (National Herald) હાઉસ, લખનૌમાં નેહરુ ભવન અને મુંબઈમાં નેશનલ હેરાલ્ડ હાઉસનો સમાવેશ થાય છે.

નેશનલ હેરાલ્ડ કેસ (National Herald case) ની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યંગ ઈન્ડિયન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોડાયેલી એક કંપનીની 90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

National Herald

EDએ ટ્વિટર પર એક ટ્વિટમાં જણાવ્યું, “ઇડીએ PMLA, 2002 હેઠળ તપાસ કરાયેલા મની-લોન્ડરિંગ કેસમાં રૂ. 751.9 કરોડની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે”

EDની National Herald case અંગેની આ કાર્યવાહી પર કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, ED દ્વારા AJLની મિલકતો જપ્ત કરવાના સમાચાર રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીમાં ચોક્કસ હારથી ધ્યાન ભટકાવવાની તેમની નિરાશા દર્શાવે છે.

કોંગ્રેસે હંમેશા કેન્દ્ર પર રાજકીય બદલો લેવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કે અન્ય નાણાંકીય વિનિમયના કોઈ પુરાવા પ્રાપ્ત થાય નથી.

આ કેસમાં યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા અખબાર ચલાવતા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના સંપાદનમાં છેતરપિંડી, કાવતરું અને વિશ્વાસના ગુનાહિત ભંગના આરોપો સામેલ છે.

એજન્સી नेशनल हेराल्ड મામલે સોનિયા અને રાહુલ ગાંધી (राहुल गांधी) ની પૂછપરછ કરી ચૂકી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.