Cold Wave : બહાર જવાનું ટાળજો !! આગામી 3 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી

0
246
Cold Wave
Cold Wave

Cold Wave:  રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે જોર પકડી રહ્યો છે, ત્યારે ઠંડીને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે. હવામાન વિભાગના અનુસાર, ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે.

Cold Wave

Cold Wave : 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો અને ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન રહ્યું હતુ. તો કેશોદમાં 12.5, રાજકોટમાં 12.7, મહુવામાં 12.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. પોરબંદરમાં 13.5, વડોદરામાં 13.6 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 14.2 ડિગ્રી, ભૂજમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

Cold Wave

ઉત્તર ભારતમાં પણ Cold Wave

દિલ્હી, પંજાબથી ઉત્તર પ્રદેશ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટિમાં ઘટાડો થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. ઠંડીના સાથે ગાઢ ધૂમ્મસની પણ ચાદર છવાઈ હતી. ધૂમ્મસની ફ્લાઈટ અને ટ્રેન સેવા પર અસર થઇ છે.   

Cold Wave

Cold Wave : રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે સાડા દસ વાગ્યા સુધી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. સાથે જ લઘુતમ તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું જે સીઝનનું સૌથી નીચું તાપમાન હતું.  જો કે આજે લઘુતમ તાપમાન 6 ડિગ્રી અને મહતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે. એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઈટ કેન્સલ થવાને કારણે દિલ્લીમાં મુસાફરો પરેશાન થયા હતા.  જ્યારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર રવિવારે 20 ફ્લાઈટને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.     

તમે આ પણ વાંચી શકો છો

LATHTHAKAND : હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ ?