Home Desh Air pollution : હવે નહિ જાગ્યા તો સમજો ગયા !! ભારત વિશ્વનો...

Air pollution : હવે નહિ જાગ્યા તો સમજો ગયા !! ભારત વિશ્વનો 8મો સૌથી પ્રદૂષિત દેશ, દરવર્ષે 16 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે

0
767
Air pollution
Air pollution

Air pollution : દરેક માનવીને શ્વાસ લેવા માટે હવા અને પીવા માટે પાણીની જરૂર હોય છે. પરંતુ ભારતમાં સ્વચ્છ હવા અને પીવાનું શુદ્ધ પાણી મેળવવું આજે એક મોટો પડકાર બની ગયો છે.ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં વધુ વસ્તી રહે છે. અહીંના કરોડો લોકો શુદ્ધ હવા અને સ્વચ્છ પાણી પીવાના અધિકારથી વંચિત છે. દર વર્ષે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં ખરાબ હવાના કારણે વાર્ષિક 1.6 મિલિયન (16 લાખ) મૃત્યુ થાય છે. ભારતમાં 99 ટકાથી વધુ ભારતીયોને ખરાબ હવામાનમાં શ્વાસ લઇ રહ્યા છે.

Air pollution

Air pollution : ખરાબ પાણી અને ખરાબ હવાએ 23 લાખ લોકોના જીવ  લીધા

Air pollution  :લેન્સેટના એક અહેવાલ મુજબ, ભારતમાં વર્ષ 2019માં પ્રદૂષિત પાણી અને હવાના કારણે 2.3 મિલિયન (23 લાખ) થી વધુ લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 16 લાખ લોકોના મોત માત્ર ખરાબ હવાના કારણે થયા છે જ્યારે પાંચ લાખ લોકોના મોત ગંદા પાણી પીવાના કારણે થયા છે. દુનિયાની વાત કરીએ તો 2019માં 80 લાખથી વધુ લોકોના મોતનું કારણ સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણીનો અભાવ હોવાનું કહેવાય છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) અને ઈન્જરીઝ એન્ડ રિસ્ક ફેક્ટર્સ સ્ટડી 2019ના ડેટા દર્શાવે છે કે દર વર્ષે 8 મિલિયન લોકોના મૃત્યુ માટે પ્રદૂષણ જવાબદાર છે.

Air pollution

Air pollution : પ્રદૂષણની દૃષ્ટિએ ભારતની સ્થિતિ સૌથી ખરાબ  

પ્રદૂષણના કારણે 90 ટકા મૃત્યુ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થયા છે, જેમાં ભારત 23 લાખ મૃત્યુ સાથે ટોચ પર છે અને ચીન 21 લાખ મૃત્યુ સાથે બીજા સ્થાને છે.લેન્સેટ રિપોર્ટમાં ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે 2016 માં, આ યોજના દ્વારા ગરીબ ગ્રામીણ મહિલાઓને ગેસ કનેક્શન આપીને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં સ્થિતિ યથાવત્ છે. તેનું કારણ એ છે કે દેશમાં પ્રદૂષણ રોકવાની કોઈ વ્યવસ્થા નથી.

Air pollution

Air pollution :ભારતના સૌથી પ્રદૂષિત શહેરો

1 ઓક્ટોબર 2022 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી દિલ્હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. પટના બીજા નંબરે હતું. આ પછી મુઝફ્ફરપુર, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, નલબારી, આસનસોલ અને ગ્વાલિયર સૌથી પ્રદૂષિત શહેરો હતા. સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ દરમિયાન પ્રદૂષણ તેની ટોચ પર હોય છે. 2019 અને 2023 ની વચ્ચે  રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, લખનૌ અને પટનાની હવા સૌથી ખરાબ જોવા મળી હતી.

ભારતમાં સૌથી સ્વચ્છ હવા મિઝોરમના આઈઝોલ શહેરમાં છે. આઇઝોલમાં PM 2.5નું સ્તર 11 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે. આઈઝોલ પછી, કર્ણાટકમાં ચિક્કામગાલુરુ, હરિયાણામાં મંડીખેરા અને કર્ણાટકમાં ચામરાજનગર, મદિકેરી, વિજયપુરા, રાયચુર, શિવમોગ્ગા, ગડગ અને મૈસુર છે. કર્ણાટકના આઠ શહેરોની હવા સ્વચ્છ છે.

તમે આ પણ વાંચી શકો છો

Cold Wave : બહાર જવાનું ટાળજો !! આગામી 3 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે