CM Bhupendra Patel:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ત્રણ વર્ષની સેવા, સંકલ્પ અને વિકાસયાત્રા — ગુજરાતે મેળવ્યાં નવી ઊંચાઈઓ

0
61
Bhupendra Patel
Bhupendra Patel

CM Bhupendra Patel:12 ડિસેમ્બર, 2025ે ગુજરાતના 18મા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 156 બેઠકોના ઐતિહાસિક જનમંડેટ સાથે કાર્યભાર સંભાળ્યા પછી તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.

આ ત્રણ વર્ષમાં ગુજરાતે અનેક ક્ષેત્રોમાં દેશ-વિદેશમાં આગવી ઓળખ બનાવી છે. G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું સફળ આયોજન, ચાર પ્રદેશોમાં પ્રથમવાર વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સીસનું આયોજન અને આંતરરાષ્ટ્રીય લેવલે રાજ્યની ક્ષમતાઓને પ્રદર્શન — આ બધુ તેમની આગેવાનીમાં શક્ય બન્યું.

2025ની એર ઈન્ડિયા પ્લેન ક્રેશ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ મુખ્યમંત્રીએ ઝડપી, સંવેદનશીલ અને અસરકારક સંકટ વ્યવસ્થાપનનો દાખલો આપ્યો હતો.

CM Bhupendra Patel

CM Bhupendra Patel:કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો

  • કમોસમી વરસાદ અને ભારે નુકસાન વચ્ચે ખેડૂતો માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ.
  • ટેકાના ભાવે ₹15,000 કરોડની ખરીદીથી 10 લાખથી વધુ ખેડૂતોને લાભ.
  • 3 વર્ષમાં 33 લાખથી વધુ ખેડૂતોને શૂન્ય ટકાના વ્યાજે પાક લોન સહાય.
  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ 19.48 લાખ ગ્રાહકોને દિવસે વીજ પુરવઠો.

CM Bhupendra Patel:મહિલા સશક્તિકરણમાં ગુજરાત આગેવાન

CM Bhupendra Patel
  • 5.96 લાખ ‘લખપતિ દીદી’.
  • નારી ગૌરવ નીતિ–2024 અમલમાં.
  • નમો લક્ષ્મી, નમો સરસ્વતી, માતૃશક્તિ યોજનાઓ દ્વારા લાખો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને સીધી સહાય.

CM Bhupendra Patel:આરોગ્ય ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન

  • PMJAY–MA અંતર્ગત સહાય ₹5 લાખથી વધારી ₹10 લાખ.
  • 1.15 કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ – દેશનું પહેલું રાજ્ય.
  • માતામૃત્યુ અને બાળમૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો.
  • 465 કિડની ટ્રાન્સપ્લાન્ટ—દેશમાં પ્રથમ સ્થાન.

શિક્ષણમાં સર્વાંગી સુધારાઓ

  • મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત 13,353 નવા વર્ગખંડ, 21,000 કમ્પ્યુટર લેબ્સ, 1.09 લાખ સ્માર્ટ ક્લાસરૂમ્સ.
  • ડ્રોપઆઉટ અટકાવવા માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ.

યુવા અને રમતગમત ક્ષેત્રે વિજયગાથા

  • કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને.
  • 22 જિલ્લાઓમાં આધુનિક જિલ્લા રમત સંકુલ.
  • ખેલ મહાકુંભ 3.0માં 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન.

સુશાસન અને સુરક્ષા ક્ષેત્રે સુધારા

CM Bhupendra Patel
  • ‘વિકસિત ગુજરાત @2047’નું રોડમેપ—દેશનું પ્રથમ રાજ્ય.
  • 112 જનરક્ષક પ્રોજેક્ટ અમલમાં.
  • ગુજરાત સ્પેશિયલ કોર્ટે એક્ટ 2024 અમલી.
  • 3 વર્ષમાં 65,789 કિલો ડ્રગ્સ જપ્ત—કિંમત ₹5426 કરોડથી વધુ.
  • GP–DRASTI ડ્રોન સર્વેલન્સ પ્રોજેક્ટ શરૂ.

શહેરી વિકાસમાં મોટા પગલા

  • 2025 ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર.
  • 6 સ્માર્ટ શહેરોમાં 348 પ્રોજેક્ટ પૂર્ણ.
  • અમદાવાદ—સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનો નંબર 1 શહેર.
  • સુરત—સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ટોપ 3માં.

વિશ્વ સ્તરે અમદાવાદ અને ગુજરાતની ઓળખ મજબૂત

CM Bhupendra Patel
  • ધોરડો ‘વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ’માં.
  • યુનેસ્કો દ્વારા ‘ગરબા’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો.
  • સ્મૃતિવન મ્યુઝિયમ—વિશ્વનાં સુંદર 7 મ્યુઝિયમમાં સ્થાન.

છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વે ગુજરાતે વિકાસના નવા પરિમાણોને સ્પર્શ્યા છે—કૃષિથી લઈને ઉદ્યોગ, શિક્ષણથી લઈને મહિલા સશક્તિકરણ, આરોગ્યથી લઈને શહેરી વિકાસ સુધી, રાજ્ય હવે ‘વિકસિત ગુજરાત @2047’ના લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Foreign Citizenship Trend:છેલ્લા પાંચ વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા ત્યાગી; વિદેશી નાગરિકતા અપનાવવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો