સ્વચ્છતા હી સેવા સફાઇ અભિયાન હેઠળ સફાઈ કરવામાં આવી

0
144
સ્વચ્છતા હી સેવા સફાઇ અભિયાન હેઠળ સફાઈ કરવામાં આવી
સ્વચ્છતા હી સેવા સફાઇ અભિયાન હેઠળ સફાઈ કરવામાં આવી

સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ સફાઈ

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી

 ધાર્મિક સ્થાનો સહિતની જગ્યાઓ પર સફાઈ

સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરમાં, ધાર્મિક સ્થાનો સહિતની જગ્યાઓ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ  કરવામાં આવી હતી. શહેરમાં સૂર્યકુંડ, ચ્યવનઋષિ આશ્રમ, ચ્યવન કુંડ તેમજ તેની આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી

ભાવનગર જિલ્લામાં “સ્વચ્છતાહીસેવા” અભિયાન

ડેમ અને નહેરોની સફાઈ કરવામાં આવી
ડેમની આસપાસનો કચરો દુર કરવાની કામગીરી કરવામાં આવી

ભાવનગર જિલ્લામાં “સ્વચ્છતાહીસેવા” અભિયાન અંતર્ગત ડેમ અને નહેરોની સફાઈ કરી હતી.  ભાવનગર જળ સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર હસ્તકના શેત્રુંજી ડેમ, રજાવળ ડેમ, ખારો ડેમ, હમીરપરા ડેમ તેમજ લાખણકા ડેમ તેમજ શેત્રુંજી કાંઠા નહેરો ખાતે “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત ડેમ તેમજ નહેરમાંથી ઘન કચરાનો નિકાલ, ઝાડી- ઝાંખરા દુર કરવા તેમજ ડેમની આસપાસનો કચરો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.    

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાસસેવા અંતર્ગત સફાઈ કરવામાં આવી રહી છેત્યારે લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે  બનાસકાંઠાના પાલનપુર ખાતે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે પાતાળેશ્વર મંદિરે દર્શન કરી કીર્તિસ્તંભ વિસ્તારમાં સ્વચ્છતાહીસેવા અંતર્ગત સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યુ હતું. પાલનપુર નગરમાં ગંદકી અટકાવવા તથા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવા સૂચન કર્યું હતું.અને સ્વચ્છતાહીસેવા” સફાઇ અભિયાન હેઠળ લોકોને  આ અભિયાનમાં શામેલ થવા માટે અપીલ પણ કરી હતી.

વાંચો અહીં જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ ખાતે તપાસ