CID કરશે હાવડા હિંસાની તપાસ

0
298

પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમીના દિવસે નીકળીલે શોભા યાત્રામાં હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારે થયેલી હિંસા બાદ આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. હિંસાને લઈને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે મમતા સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે આ ઘટનાની તપાસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને સોંપી દીધી છે. શુક્રવારે ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાની તપાસ NIA અને CBI દ્વારા કરાવવાની માંગ કરી હતી.CIDને તપાસ સોંપવામાં આવતા હવે આ સમગ્ર મામલાની તપાસ CID કરશે