Child hunger :  ભૂખ્યું ભારત !! વિશ્વના બાળ ભૂખમરાના દેશોમાં ભારત ટોપ-20માં

0
118
Child hunger
Child hunger

Child hunger : આમતો આપણે વિશ્વની સૌથી તેજીથી ઉભરતી અર્થવ્યવસ્થા છીએ, દેશમાં સતત ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર આગામી 5 વર્ષમાં વિશ્વની સૌથી ત્રીજી મોટી અર્થ વ્યવસ્થામાં આવવાનું સપનું સેવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક વરવી વાસ્તવિકતા દર્શાવતો અહેવાલ સામે આવ્યો છે, જે ભારતની વાસ્તવિક પરિસ્થિતિને ઉજાગર કરે છે અને વિકાસની વાતો કરતી સરકારો પર થપાટ મારતો દેખાય છે.     

Child hunger

Child hunger : વિશ્વના દેશોમાં બાળગરીબીને લઈને યુનિસેફે ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો છે, આ અહેવાલમાં ભારત વિશ્વના સૌથી ખરાબ ભોજન આપતા બાળકોની યાદીમાં ટોપ 20 દેશોમાં સામેલ છે, માત્ર એટલું જ નહિ ભારતની સ્થિતિ પડોશી દેશ પાકિસ્તાન કરતા પણ ખરાબ હોવાનો દાવો આ રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ભારત ભૂખમરાની રીતે અત્યંત ખરાબ સ્થિતિ ધરાવતા દેશોમાં સામેલ છે. ભારત કરતાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી સારી હોવાનું માનવામાં આવે છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારત કરતાં વધારે ખરાબ સ્થિતિ હોય તો તે ફક્ત અફઘાનિસ્તાનની છે. અહેવાલ મુજબ વિશ્વનું દર ચોથું બાળક ભૂખમરાનું શિકાર છે.

Child hunger

Child hunger : 65 ટકા બાળકો ગંભીર ભૂખમરાનો ભોગ  

યુનિસેફે દુનિયાના 92 દેશોમાં આ સર્વે હાથ ધર્યો હતો, જેમાં વિશ્વમાં કુલ 18.1 કરોડ બાળકોમાં 65 ટકા બાળકો ગંભીર ભૂખમરાનો ભોગ હોવાનું સામે આવ્યું છે,  યુનિસેફના આંકડા મુજબ દર ચારમાંથી એક બાળક ગંભીર ભૂખમરાની શ્રેણીમાં આવે છે અને અત્યંત ખરાબ આહાર ખાઈને જીવન પસાર કરી રહ્યું છે.

Child hunger : કેવી રીતે હાથ ધરાયો સર્વે ?

Child hunger

યુનિસેફ ચાઇલ્ડ ન્યુટ્રિશન રિપોર્ટ 2024 એ 92 દેશો પર રિસર્ચ કર્યુ. યુનિસેફના બાલ ખાદ્ય ગરીબી પરના રિપોર્ટમાં પાંચ વર્ષની વય ધરાવતા, બાળકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલથી ખબર પડે છે કે બાળકને પોષ્ટિક આહાર મળે છે કે નહીં. ગંભીર બાળ ખાદ્ય ગરીબીમાં બાળકો માટે ખરાબ ભોજન ખરાબ વાતાવરણ અને બાળકો તથા તેના કુટુંબોને પ્રભાવિત કરનારી કુટુંબ દીઠ આવક પણ સામેલ છે. આ અહેવાલમાં ગરીબ અને તેનાથી ઉપર જીવતા બંને કુટુંબોને સામેલ કરવામાં આવે છે. 

Child hunger : ક્યાં દેશમાં ભૂખમરો સૌથી વધુ?

Child hunger

અહેવાલ મુજબ ગંભીર બાળ ખાદ્ય ગરીબીમાં રહેનાર બાળકોની સંખ્યા બેલારૂસના એક ટકાથી લઈને સોમાલિયામાં 63 % સુધી છે. સોમાલિયા પછી ગિનીમાં 54 %, ગિની-બસાઉમાં 53 % અફઘાનિસ્તાનમાં 49 %, ઈથીયોપિયામાં 46 %, લાઇબેરિયામાં 43 % છે. જ્યારે ભારતમાં આ દર 40 % છે. જ્યારે પાકિસ્તાનના 38 % બાળકો ભૂખમરાનો શિકાર છે. અહેવાલ પરથી ખબર પડે છે કે ભારત તે 20 દેશોમાં સ્થાન પામે છે જ્યાં બાળકોને પોષણક્ષમ આહાર મળતો નથી. ભારતની સાથે આ શ્રેણીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો