Chief Justice Obaidul Hassan: બાંગ્લાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું, બપોર સુધીનું હતું અલ્ટીમેટમ

0
176
Chief Justice Obaidul Hassan: બાંગ્લાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું, બપોર સુધીનું હતું અલ્ટીમેટમ
Chief Justice Obaidul Hassan: બાંગ્લાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું, બપોર સુધીનું હતું અલ્ટીમેટમ

Chief Justice Obaidul Hassan: બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડા પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારીઓએ શનિવારે ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. આ પછી, મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયાધીશોને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.

Chief Justice Obaidul Hassan ની પત્રકાર પરિષદ

ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટ સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે ઉભરી રહેલી પરિસ્થિતિ વચ્ચે દેશભરની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી અદાલતોના ન્યાયાધીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

Chief Justice Obaidul Hassan: બાંગ્લાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું, બપોર સુધીનું હતું અલ્ટીમેટમ
Chief Justice Obaidul Hassan: બાંગ્લાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું, બપોર સુધીનું હતું અલ્ટીમેટમ

સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ રાજીનામું આપશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ચીફ જસ્ટિસે કહ્યું કે, આ તેમનો નિર્ણય છે.

મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન

દેખાવકારોએ ચેતવણી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો તેઓ ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન (Chief Justice Obaidul Hassan) ના નિવાસસ્થાનો પર હુમલો કરશે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ત્યાં મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકાર બની છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો