HomeDeshChaos at Kedarnath Helipad: કેદારનાથ ધામમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત પુત્રનો આક્રોશ- "CMને...

Chaos at Kedarnath Helipad: કેદારનાથ ધામમાં વડોદરાના શ્રદ્ધાળુનું મોત પુત્રનો આક્રોશ- “CMને હેલિકોપ્ટર મળે તો મૃતદેહને કેમ નહીં?”

Chaos at Kedarnath Helipad: કેદારનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી દર્શન કરવા ગયેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જોકે, પિતાના મૃત્યુ બાદ વહીવટીતંત્રની બેદરકારી જોઈને પુત્રનો લાવા ફાટી નીકળ્યો હતો. મૃતક શ્રદ્ધાળુના પુત્રએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આકરા પ્રહારો કરતા પૂછ્યું હતું કે, “જો સીએમ માટે હેલિકોપ્ટરની સુવિધા હોઈ શકે, તો એક મૃતદેહને નીચે લાવવા માટે કેમ નહીં?”

Chaos at Kedarnath Helipad: 2 કલાક સુધી મૃતદેહ તડકામાં પડી રહ્યો

Chaos at Kedarnath Helipad

વડોદરાના ટૂર ઓપરેટર હેમંતભાઈ (ત્રિમૂર્તિ ટૂર્સ એન્ડ એડવેન્ચર્સ) પોતાના માતા-પિતા અને પત્ની સાથે 19 એપ્રિલના રોજ ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. કેદારનાથમાં પિતાનું અવસાન થયા બાદ પુત્ર અંકુરે આક્ષેપ કર્યો હતો કે તેના પિતાનો મૃતદેહ 2 કલાક સુધી હેલીપેડ પર તડકામાં પડ્યો રહ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા મૃતદેહને પગપાળા નીચે લઈ જવાની સલાહ આપવામાં આવી હતી, જે 5-6 કલાકનો રસ્તો છે.

Chaos at Kedarnath Helipad: વહીવટીતંત્ર સામે ગંભીર આરોપો:

Chaos at Kedarnath Helipad
  • હેલિકોપ્ટરની ના: ગત વર્ષે મૃતદેહ નીચે લાવવાની મંજૂરી હતી, પરંતુ આ વર્ષે નિયમોનું બહાનું કાઢી હેલિકોપ્ટરની ના પાડવામાં આવી.
  • પૈસાની માંગણી: અંકુરના જણાવ્યા મુજબ, એમ્બ્યુલન્સ સેવા માટે 16,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
  • તંત્રની બેદરકારી: UCADA (યુકાડા) એ જણાવ્યું કે તેમને જાણ મોડી થઈ હતી, જોકે સૂચના મળ્યાની 15 મિનિટમાં હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હોવાનો દાવો કરાયો છે.

Chaos at Kedarnath Helipad: ચારધામ યાત્રામાં મોતના આંકડા ચિંતાજનક

યાત્રાના શરૂઆતના દિવસોમાં જ શ્રદ્ધાળુઓના મોતની ઘટનાઓ વધી રહી છે:

  1. યમુનોત્રી માર્ગ: મધ્યપ્રદેશની મહિલાનું ઘોડા પરથી પડી જવાથી મોત.
  2. જાનકીચટ્ટી: મહારાષ્ટ્રના વૃદ્ધ શ્રદ્ધાળુનું શ્વાસની તકલીફ બાદ અવસાન.
  3. કેદારનાથ: વડોદરાના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત.

આ ઘટનાએ ચારધામ યાત્રામાં મેડિકલ સુવિધાઓ અને ઇમરજન્સી વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : શેરબજારમાં કડાકો સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,400ની નીચે સરક્યો; IT શેરોમાં ભારે વેચવાલી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments