આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ ગુરુવારે કુર્નૂલમાં YSR રાયથુ ભરોસા-PM કિસાન હેઠળ સતત પાંચમા વર્ષે ખેડૂતોને નાણાકીય સહાયનું વિતરણ કર્યું. આ દરમિયાન લોકોને સંબોધિત કરતી વખતે ટીડીપીના વડા એન. ચંદ્રબાબુ નાયડુ પર પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી જગન મોહને કહ્યું કે એન ચંદ્રબાબુ નાયડુનો મેનિફેસ્ટો આંધ્ર પ્રદેશમાં જન્મ્યો નથી. તેમનો ઘોષણાપત્ર કર્ણાટકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઘોષણાપત્રની નકલ છે.અને અમરી યોજનાઓની પણ નકલ કરી છે અને તેને એકસાથે મૂકી છે.