ગુંડો લલ્લા બિહારી રાજસ્થાનથી ધરપકડ #ahmedabad #bangladeshi #chandolatadav #lallabihari #rajasthan #gujarat અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ધરપકડ કરી છે, જ્યારે આ પહેલાં એટલે 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહંમદની ધરપકડ થઈ ચૂકી છે.
લલ્લા બિહારીની રાજસ્થાનથી ધરપકડ
અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનો ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર ધરપકડ કરી છે. હવે બાંગ્લાદેશના આખા રેકેટની વિગતો સામે આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમ રાજસ્થાનથી અમદાવાદ લઈને આવી રહી હોવાનો દાવો કરી રહી છે, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લાબિહારી જ નહીં, પરંતુ સ્થાનિક, કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા.




અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર જાહેરાત કરી
રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં એની પણ તપાસ થઈ શકે છે
ચંડોળાનો ગુંડો લલ્લાબિહારી ઝડપાયો
ચંડોળા વિસ્તારમાં દબાણ હટાવ ઝૂંબેશ