HomeAhmedabadChandkheda Dosa Tragedy: ચાંદખેડા ઢોંસાકાંડ ફૂડ પોઈઝનિંગ કે સુનિયોજિત કાવતરું? હવે લાઈ...

Chandkheda Dosa Tragedy: ચાંદખેડા ઢોંસાકાંડ ફૂડ પોઈઝનિંગ કે સુનિયોજિત કાવતરું? હવે લાઈ ડિટેક્ટર ટેસ્ટથી ખુલશે રહસ્ય

Chandkheda Dosa Tragedy: ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર ‘ઢોંસાકાંડ’માં હવે એક નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટના સામાન્ય ફૂડ પોઈઝનિંગ લાગતી હતી, તેમાં હવે પોલીસને ઘરના જ સભ્યોની સંડોવણી હોવાની આશંકા પ્રબળ બની છે. સત્ય શોધવા માટે હવે પોલીસ પરિવારના ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.

Chandkheda Dosa Tragedy

Chandkheda Dosa Tragedy: તપાસના મુખ્ય અંશો:

  • પિતાનું નિવેદન શંકાના દાયરામાં: બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ હજુ પણ એ વાત પર અડગ છે કે ‘ઢોંસાનું ખીરું’ ખાવાથી જ તબિયત બગડી હતી. જોકે, પોલીસને આ દાવા પર શંકા છે.
  • સાયન્ટિફિક પુરાવા: માતા ભાવનાબેન અને પિતા વિમલના બ્લડ સેમ્પલમાં એકસરખા ઝેરી તત્વો મળી આવ્યા છે. માત્ર માત્રામાં તફાવત છે, જે કોણે કેટલો ખોરાક લીધો તેના પર નિર્ભર છે.
  • પરિવારની આર્થિક સ્થિતિ: પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિમલની આર્થિક સ્થિતિ નબળી હતી. તેના ભાઈઓ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, જ્યારે વિમલને મોડલ કે યુટ્યુબર બનવું હતું પણ તેમાં તેને સફળતા મળી નહોતી.

“અમે અત્યારે પિતા કે દાદાને સીધા આરોપી માની શકીએ નહીં. ગુનો કન્ફર્મ ન થાય ત્યાં સુધી કોઈને જેલમાં ન રાખી શકાય. અમે બધી જ શક્યતાઓ તપાસી રહ્યા છીએ.” — જયેશ મકવાણા, PI, ચાંદખેડા પોલીસ

Chandkheda Dosa Tragedy: પોલીસની આગામી રણનીતિ:

પોલીસ હવે કોર્ટની મંજૂરી મેળવીને શંકાસ્પદ ચાર સભ્યોનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવશે. આ ઉપરાંત, 4 વર્ષની બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવો પણ બાકી છે, જે આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. હાલમાં માતા ભાવનાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સુધર્યા બાદ કડક પૂછપરછ કરવામાં આવશે.

Chandkheda Dosa Tragedy: શું હતી સમગ્ર ઘટના?

ગત 6ઠ્ઠી એપ્રિલે વિમલભાઈ સ્થાનિક ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યા હતા. તે ખાધા બાદ આખા પરિવારની તબિયત લથડી હતી, જેમાં 4 વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહાનું મોત નીપજ્યું હતું.

હવે જોવાનું એ રહેશે કે લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં પિતાનું ‘ખીરું રટણ’ સાચું ઠરે છે કે પછી કોઈ ચોંકાવનારું સત્ય બહાર આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

દુબઈના એક નિર્ણયથી ભારતીય એરલાઈન્સમાં ખળભળાટ 31 મે સુધી ફ્લાઈટ પર નિયંત્રણો, કરોડોનું નુકસાન થવાની ભીતિ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments