રાજ્યમાં 9 અને 10 જૂન દરમ્યાન વરસાદની સંભાવનાં

0
164

રાજ્યમાં 9 અને 10 જૂન દરમ્યાન વરસાદની સંભાવનાં હવામાન વિભાગે વ્યકત કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 9 અને 10 જૂનના રોજ રાજ્યમાં વરસાદની સંભાવના છે. સાથે જ રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર અને અમરેલીમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના છે. દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે  સૂચના આપી છે. પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

મનોરમા મોહનતી, ડાયરેકટર, હવમાન વિભાગ

મોહનતી

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં વધુ છે. સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની સંભાવનના છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 

ગુજરાતના તમામ બંદરો પર ભયસૂચક નંબર ૧નું સિગ્નલ

ગુજરાત રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપોરજોય’ વાવાઝોડું ૧૦ જૂને ગુજરાત પાસેથી પસાર થવાની શક્યતા છે, જેના કારણે ૧૨ જૂનથી ૧૪ જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં વાવાઝોડું પોરબંદરથી ઘણું દૂર છે, પરંતુ વાવાઝોડાના પગલે તકેદારીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બંદરો પર ચેતવણી જાહેર કરવામાં આવી છે. સાગરખેડુંઓને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હાલમાં તમામ બોટ દરિયા કાંઠે પરત ફરી ચૂકી છે. ઓખા બંદર, ઓખા બંદર, જાફરાબાદ બંદર, કંડલા બંદર, જખૌ બંદર, માંડવી બંદર, મગદલ્લા બંદર અને પોરબંદરના બંદર સહીત તમામ બંદરો પર ભયસૂચક નંબર ૧નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

વાવાઝોડા અંગેના સમાચાર વાંચો અહીં