Chaitar Vasava:#Aam Aadmi Party,#bjp#cmગુજરાતની રાજનીતિમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં મોટો રાજકીય ખળભળાટ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવાએ કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે યોજાયેલી સભામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોમાંથી હજારો કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે.

Chaitar Vasava:5000 ભાજપ અને 3000 કોંગ્રેસના કાર્યકરોનો AAPમાં જોડાવાનો દાવો
ચૈતર વસાવાના જણાવ્યા મુજબ, કુલ 8 હજાર જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ બન્ને પક્ષોને અલવિદા કહીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આથાડુંગરીમાં યોજાયેલી સભામાં હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.
આ સાથે જ સ્થાનિક રાજકારણમાં મોટું ભંગાણ સર્જાયું છે — આથાડુંગરીના સરપંચે 20 વર્ષ બાદ ભાજપ છોડ્યો, જ્યારે ભંગિયાભાઈ સરપંચે 30 વર્ષ બાદ કોંગ્રેસનો સાથ તોડ્યો અને AAPમાં જોડાયા.

Chaitar Vasava:સભામાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું,
“મારા વિસ્તારમાં વડાપ્રધાન આવે છે છતાં હું ભાજપમાં જોડાવાનો નથી. મને જેલમાં ભેગો કરીને માનસિક રીતે તોડવાના પ્રયત્નો થયા, પણ હું ઝૂક્યો નથી.”
તેમણે ભાજપના વરિષ્ઠ નેતા મનસુખ વસાવા પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, “જે માણસ 35 વર્ષથી સાંસદ છે, તે પોતાના ગામનો રસ્તો બનાવી શકતો નથી. અમે સર્કસના ટાઈગર નથી બનવાના.”

Chaitar Vasava:આદિવાસી જમીન બચાવવા માટે લડીશ .
સભામાં ચૈતર વસાવાએ આદિવાસી હિતનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર હાઈડ્રો પ્રોજેક્ટ અને અન્ય યોજનાઓ લાવીને નસવાડીના 14 અને આંબાડુંગરના 24 ગામોમાંથી આદિવાસીઓની જમીન છીનવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે,
“આદિવાસીઓની જમીન કોઈ પણ રીતે છીનવવા દેવામાં આવશે નહીં. આ લડત જમીન અને અધિકાર બચાવવા માટે છે.”
Chaitar Vasava:ડમી સીએમ’ અને ‘સુપર સીએમ’નો આક્ષેપ
વસાવાએ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ‘ડમી CM’ અને રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ‘સુપર CM’ કહીને તીવ્ર પ્રહાર કર્યા.
તેમના કહેવા મુજબ, “પાટીદાર સમાજ નારાજ ન થાય તે માટે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા નથી, પરંતુ વાસ્તવિક સત્તા અન્ય હાથોમાં છે.”

ચૂંટણીઓ લેટ કરવાનું કાવતરું
ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ વિરોધી અવાજને દબાવવા માટે **SIR (Special Investment Region)**ના નામે ચૂંટણીઓ મોડી પાડવાની યોજના ઘડી રહી છે. તેમણે વહીવટદારોને શાસન આપવાના પ્રયત્નો પાછળ રાજકીય કાવતરું હોવાનો આરોપ કર્યો.
આ સભા પછી છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર સર્જાયો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો માટે આ જોડાણ ચિંતાનો વિષય બની ગયું છે, જ્યારે આમ આદમી પાર્ટી તેને આદિવાસી વિસ્તારોમાં પોતાના વિસ્તરણની શરૂઆત તરીકે જોઈ રહી છે.
વધુ સમાચાર જોવા અહી વ્લીક કરો :




