HomeGujaratCentre Stands With Gujarat: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે વડાપ્રધાન મોદીએ CM...

Centre Stands With Gujarat: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક ચર્ચા, કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી

Centre Stands With Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને તેને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પણ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને તેની સમીક્ષા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

Centre Stands With Gujarat: વડાપ્રધાન મોદીએ લીધી સ્થિતિની ગંભીર નોંધ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પાસે પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ, નાગરિકોની સલામતી અને રાહત-બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી કપરી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને દરેક સંભવ મદદ પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી વડાપ્રધાને આપી છે.

Centre Stands With Gujarat: કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સહાય અને મદદની ખાતરી

Centre Stands With Gujarat

વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય એજન્સીઓ સતત ગુજરાત સરકારના સંપર્કમાં છે. આપત્તિ વ્યવસ્થાપન, રાહત કાર્ય, નાગરિકોનું સ્થળાંતર અને સલામતીના પગલાંઓ માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની પૂરતી મદદ અને સહયોગ પૂરો પાડવામાં આવશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું, જેથી નાગરિકોને સુરક્ષિત રાખી શકાય અને સ્થિતિ પર કાબૂ મેળવી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરત જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવક, માંડવીના આમલી ડેમના ૭ દરવાજા ખોલાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments